કલ્પેશ શાહ :- સીંગવડ
પંથકમાં કૃત્રિમ અછત ઉભી કરી ખાતરની કાળાબજારી..
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ચિંતાતુર..
સીંગવડ તા. 17
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતર નહીં મળતા તથા સરકારી તંત્ર દ્વારા યુરીયા ખાતરની જે માંગ ઉઠવા પામી છે તેને પૂરી નહીં કરી શકતા સિંગવડ તાલુકાના ખેડૂતોમાં મોટી ચિંતા થવાની સાથે તેમની ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે જ્યારે ખેડૂતોને બીજા ગામોમાંથી ખાતર લાવવા માટે પણ મજબૂત થવું પડે છે જ્યારે સિંગવડ તાલુકામાં ખાતર નહીં મળતા ખેડૂતો પીપલોદ મોરવાહડપ લીમખેડા સંજેલી વગેરે ગામોમાંથી ઊંચા ભાવે ખાતર લાવી અને તેમની ખેતીને બચાવવા માટે મજબૂર થયા છે જ્યારે સિંગવડ તાલુકામાં ઘણા એગ્રો હોવા છતાં એગ્રોમાં યુરિયા ખાતાની અછત થવાના લીધે અને સરકાર દ્વારા આ યુરિયા ખાતરની સાથે બીજી વધારાની પ્રોડક્ટો આપવાથી એગ્રો ચલાવતા દુકાનદારો પણ આ યુરિયા ખાતર લાવતા નથી જેના લીધે ખેડૂતોને યુરિયા ખાતર વગર તેમનો પાક ને મોટું નુકસાન થાય છે જો ખાતર નહીં મળવાથી જેટલું જોઈએ તેટલું ખેતરમાં પાક મળી શકે તેમ નથી જેના લીધે ખેડૂતોને જ્યાંથી પણ ઉચા ભાવે યુરિયા ખાતર મળે ત્યાંથી લાવવા મજબૂર બન્યા છે જ્યારે સરકાર દ્વારા યુરિયા ખાતરની જરૂર હોવા છતાં જરૂરિયાત પૂરી કરવામાં નથી આવતા તેનો ભોગ ખેડૂતોને ભોગવું પડે છે સિંગવડ તાલુકામાં જો યુરિયા ખાતે નહીં મળે તો ખેડૂતોની મકાઈ તેમજ ડાંગર ને મોટું નુકસાન થશે તેના માટે લાગતા વળગતા સ્થાનિક નેતાઓ તથા સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા આ યુરિયા ખાતર સિંગવડ તાલુકામાં આપવામાં આવે તેવી ખેડૂતને માંગ ઉઠવા પામી છે.