બાબુ સોલંકી :-સુખસર
*ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળાના બાળકોએ રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ*
*રક્ષાબંધનના દિવસે બહેન-ભાઈ પાસે ભેટમાં રૂપિયા કે વસ્તુ લેવાના બદલે ખરાબ આદત, કુટેવ,વ્યસન મુક્ત કરાવીને રક્ષાબંધન પર્વ ઉજવવા આહવાન કરાયું*
સુખસર,તા.17
ફતેપુરા તાલુકાની ભીતોડીપ્રાથમિક શાળામાં તારીખ 17/8/2024 શનિવારના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સૌ પ્રથમ બાળકોને શાળાના સ્ટાફ તથા આચાર્ય દ્વારા રક્ષાબંધન વિશે માહિતી આપવામાં આવી હતી.પહેલાનો સમયમાં લક્ષ્મી માતાની બલિરાજાને કુંતા માતા એ અભિમન્યુને રાણી કર્માવતી હુમાયુને રાખડી બાંધતી હતી.તેઓની રક્ષા કરવામાં આવી હતી.આ રીતે રક્ષાબંધન ઉજવવામાં આવે છે.આપણે આ ભાઈ બહેનના પવિત્ર તહેવારને કેવી રીતે ઉજવવો જોઈએ તેની પણ માહિતી આપવામાં આવી હતી.આ દિવસે ખોટા ખર્ચા અને દેખાદેખીથી દુર રહી સાદી સુતરની રાખડી બાંધીને મો ગળ્યું કરાવવા માટે ગોળ,ધાણા કે સાકરીયા ખવડાવવા અને બહેન ભાઈના લાંબા આયુષ્યની માંગણી કરે છે.જેમાં આ દિવસે બહેન-ભાઈ પાસેથી ભેટમાં રૂપિયા કે વસ્તુ લેવાના બદલે તેમનામાં રહેલી ખરાબ આદત,કુટેવ વ્યસન માંગીને ભાઈને વ્યસન મુક્ત કરીને સાચા અર્થમાં ભાઈને તંદુરસ્તી બક્ષીને આયુષ્ય માંગી શકે છે.જેવી માહિતી સૌને આપવામાં આવી હતી.અને સૌ લોકોએ આ વિચારને વધાવી લીધો હતો.અને જે રૂપિયાની બચત થાય છે તે રૂપિયા બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવાની જાણકારી આપવામાં આવી હતી.ત્યારબાદ બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધવામાં આવી અને ભાઈઓ દ્વારા પણ પોતાની બહેનોને રાખડી બાંધીને એકબીજાના આશીર્વાદ લઇ એકબીજાને ચોકલેટ ખવડાવી ગળ્યું મો કરાવવામાં આવ્યું હતું.આ મુજબ શાનદાર રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.