બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ડોક્ટર એસોસિએશન દ્વારા ઓપીડી બંધ રાખી મામલતદારને આપેલ આવેદન પત્ર*
*કલકત્તામાં મહિલા રેસીડન્સ ડોક્ટર પર રેપ તેમજ હત્યાના વિરોધમાં ડોક્ટરે પાડેલ હડતાલ*
સુખસર,તા.17
ફતેપુરા તાલુકા સહિત ફતેપુરાના ના મુખ્ય મથક ફતેપુરા ડોક્ટર એસોસિયન દ્વારા આજરોજ એક દિવસ માટેની ઓપીડીબંધ રાખી સામુહિક આરોગ્ય કેન્દ્ર આગળ ભેગા થઈ ફતેપુરા ડોક્ટર એસોસિયનના પ્રમુખ ડોક્ટર રીતેશભાઈ પંચાલની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે નીકળી ફતેપુરા મામલતદાર કચેરી આવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.પશ્ચિમ બંગાળના કલકત્તામાં આર.જી.મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર રેપ તેમજ કૃતપૂર્વક હત્યા કરવામાં આવી હતી.જે ઘટનાના પડઘા સમગ્ર ભારત દેશને હચ મચાવી દીધા છે.મહિલા ડોક્ટર ઉપર અધમ કૃત્ય આચારનારના વિરોધમાં સમગ્ર ભારતમાં તારીખ 17/8/2024 ના રોજ અલગ-અલગ ડોક્ટર સંગઠનો દ્વારા ઓપીડી બંધ રાખી ગુનેગારોને ત્વરિત ધરપકડ કરી કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં ડોક્ટર સાથે થતાં હુમલા માટે કડક કાયદાકીય અમલવારી થાય તેવી માગ સાથે ફતેપુરા તાલુકાના ડોક્ટર દ્વારા ફતેપુરા સહિત તાલુકાના તમામ દવાખાના એક દિવસ માટે બંધ રાખી રેલી સ્વરૂપે નીકળી મામલતદાર કચેરી આવી નાયબ મામલતદાર પુરવઠાના રાણાને આવેદનપત્ર આપી ગુનેગારને કડકમાં કડક સજા કરવામાં આવેની રજૂઆત કરી હતી.મામલતદાર રાણા એ આવેદન પત્ર સ્વીકારી સરકારમાં મોકલી આપવાની ખાતરી આપી હતી.