બાબુ સોલંકી :- સુખસર
*શ્રી સહજાનંદ કોલેજ સંતરામપુર ખાતે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી*
*વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનને ઝીલીને’એક પેડ માં કે નામ’અભિયાન*
*અંતરગત કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું*
સુખસર,તા.14
સમગ્ર દેશ ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે.ત્યારે નિષાદ રાજ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સહજાનંદ કોલેજ સંતરામપુર ખાતે કોલેજ ના પ્રમુખ ડૉ. વસંતીબેન કલાસવાના વડપણ હેઠળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંતરામપુર નગર કાર્યવાહક શ્રી કમલેશભાઈ મછાર ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.મુખ્ય વક્તા તરીકે સ્વામી વિવેકાનંદ કેન્દ્રના કાર્યવાહક ભરતભાઈ ચૌહાણ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ વિશે પ્રસંગોચિત ઉદબોધન કરીને સૌને આઝાદી પહેલાં અને હાલની સ્થિતિ થી વાકેફ કર્યા હતા.આઝાદી ની ચળવળમાં શહીદી વહોરનારા શહીદોને યાદ કર્યા હતા.જેમાં માનગઢ હિલમાં અસંખ્ય આદીવાસી બહાદુર લોકો એ હોંશે હોંશે પોતાના બલિદાનો આપ્યા હતા.તેમને આદરભાવ પૂર્વક આ પ્રસંગે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.કોલેજના પટાંગણમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં.જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.અંતે કોલેજના આચાર્ય સંજયભાઈ પારગી નાઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત કોલેજના પટાંગણમાં સ્ટાફ ગણ , આમંત્રિત મહેમાનો તેમજ બાળકો ધ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.અને ‘જેમ એક મા એક બાળકનું જતન કરે’ તેમ સૌ કોઈ એક પેડ -વૃક્ષ નું જતન કરે તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર મંડળના ટ્રસ્ટીગણ,સંતરામપુર તાલુકા યુવા ભાજપ મંત્રી વિશાલ પરમાર, નરસિંગપુર સરપંચ રમેશ સંગાડા, ગાડીયા સરપંચ સુરેશ કલાસવા, બીજેપી એસ. ટી મોરચા પ્રમુખ ઈશ્વરસિંહ કલાસવા તેમજસમગ્ર કૉલેજ સ્ટાફ,વિદ્યાર્થીઓ અને આજુબાજુના વડીલો સૌ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ. એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. ધર્મેન્દ્ર વડેરા અને પ્રોફેસર નિમેષ કટારા એ કર્યું હતું.