રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા નગરમાં ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ:મોટી નગરજનો જોડાયા
ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર,તા.પં.પ્રમુખ મયુરભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.
ગરબાડા તા. ૧૪
15 મી ઓગષ્ટ, સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ રહી છે. દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જનપ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ગરબાડા તાલુકાના વિવિધ ગામોમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, ગ્રામજનો, પોલીસ જવાન, હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા.ત્યારે ગરબાડા નગરમાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં, પદાધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો, તથા શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા. અને નગર દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, અને નગરના માર્ગો ઉપર હાથમાં તિરંગા સાથે આ યાત્રા ફરીને નગરજનોને ઘર ઘર તિરંગો લહેરાવવા આહવાન કર્યું હતું.
આ વેળાએ ગરબાડા તા.પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર,તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર એસ.બી. નાયક,પીએસઆઈ તથા તાલુકા સભ્યો,જિલ્લા સભ્યો સહિત નગરજનો પણ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા..