બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ થી ફતેપુરા જતા જાહેર માર્ગની સાઇડોમાં ખોદકામ થતાં અકસ્માત ને આમંત્રણ આપતા કંપની સંચાલકો*
*દિવસે સેંકડો વાહનોની અવર-જવર વાળા ફતેપુરા જતા માર્ગની સાઈડમાં ભર ચોમાસામાં એરટેલ કંપની દ્વારા ખોદકામ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો*
સુખસર,તા.14
ફતેપુરા તાલુકામાં મોટાભાગના રસ્તાઓ ખખડધજ થતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.જ્યારે કેટલાક રસ્તાઓની સ્થિતિ સારી હોય તેમ જ તેવા જાહેર માર્ગ ઉપર દિવસે સેકડો વાહનોની અવર હોય તેવા રસ્તાઓની સાઈડો હાલ ભર ચોમાસામાં ખોદાણ કરવામાં આવતા અકસ્માત સર્જવાનો ભય ઊભો થવા પામ્યો છે.તેમાં બલૈયા ક્રોસિંગ થઈ ફતેપુરા જતા માર્ગ ઉપર હાલ એરટેલ કંપની દ્વારા સાઈડમાં ખોદાણ કરવામાં આવી રહ્યું છે.જેના લીધે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અને રસ્તાની ખોદકામ કરવામાં આવતી કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ છે.
જાણવા મળેલી વિગતો મુજબ બલૈયા ક્રોસિંગ થી ફતેપુરા જતા માર્ગની સાઈડમાં હાલ એરટેલ કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે.જેના લીધે આવનાર સમયમાં અકસ્માત થવાની શક્યતા વધી જવા પામેલ છે.કારણકે આ રસ્તો જ્યાં ડામર કરવામાં આવેલ છે તેનાથી માત્ર એક ફૂટ દૂરના અંતરે જ આ ખોદાણ કામ કરવામાં આવી રહ્યું છે.જેથી ચોમાસાના સમયમાં કોઈપણ વાહન સાઈડ આપવા જતા સ્લીપ ખાવાના બનાવો વધશે તેવી શક્યતા વધી જવા પામેલ છે.અગાઉ પણ આ રસ્તાની સાઈડ ખોદાણ કરતા વાહનો સ્લીપ ખાવાના બનાવો બની ચૂકવવા પામેલ છે.જ્યારે સ્થાનિક લોકોને પીવાનું આપવામાં આવતા પાણીની પાઇપ લાઇનનો આ ખોદકામ થી તૂટી જતા પાણીથી વંચિત રહેવા નો સમય આવે તેવા સંજોગો ઊભા થતાં આ ખોદકામ થી નારાજગી દર્શાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.તેમજ હાલ ચોમાસાના સમયમાં રસ્તાની સાઈડમાં ખોદકામ કરતાં જમીન પોચી થતાં કોઈ ભારધારી અથવા પેસેન્જર વહન સ્લીપ ખાય તો મોટી જાનહાની થવાનો ભાઈ પણ વધી રહ્યો છે.
જોકે હાલ આ કરવામાં આવતા ખોદકામથી વાહન ચાલકો તથા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપી કરવામાં આવતા ખોદકામ બાદ થયેલ પુરાણ વ્યવસ્થિત કરવામાં આવે તેવી વાહન ચાલકોની ખાસ માંગણી ઉઠવા પામેલ છે.