બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર ખાતે હર ઘર તિરંગા અભિયાનમાં શાળાના બાળકો પોલીસ તંત્ર સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા*
*રાષ્ટ્રીય ચેતનાને એક તાંતણે બાંધવાનો અવસર એટલે હર ઘર તિરંગા અભિયાન:તિરંગા યાત્રામાં જોવા મળ્યો દેશ પ્રેમ નો રંગ*
સુખસર,તા.14
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલીને સમગ્ર દેશ દેશ ભક્તિના રંગે રંગાયું છે.રાષ્ટ્રીય ચેતનાને એક તાંતણે બાંધવાનો અવસર એટલે હર ઘર તિરંગા અભિયાન.જેમાં ગુજરાતના નાગરિકો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. ગુજરાતના જિલ્લાઓમાં અનેક સ્થળે તિરંગા યાત્રા રેલી અને વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી દર્શાવતા કાર્યક્રમોનું આયોજન દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.આ અભિયાનમાં સાંસદો,અધિકારીઓ, પદાધિકારીઓ તથા નાગરિકો સહિત અબાલ,વૃદ્ધ સૌ કોઈ ઉમળકા ભેર સહભાગી થઈ અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવા પ્રેરણા આપી રહ્યા છે.તેવી જ રીતે આજરોજ સુખસર ખાતે રાજકીય આગેવાનો, પોલીસ તંત્ર,તાલુકા તંત્ર,શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ હાજર રહી તિરંગા યાત્રા માં જોડાઈ અભિયાનને આવકાર આપ્યો હતો.