રાજેશ વસાવે :- દાહોદ
*હર ઘર તિરંગા અભિયાન ૨૦૨૪*
*દાહોદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન લઈને ભારે ઉત્સાહ*
દાહોદ તા. ૧૧
દાહોદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.
જે અન્વયે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સંસ્કાર એડવેન્ચર ગ્રૂપ દ્વારા બાળકોને રાષ્ટ્ર ધ્વજ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
જે અન્વયે દાહોદ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈ રાષ્ટ્રના અનેરા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે યુવા વિકાસ અધિકારી શ્રી જે.સી.ડાભી, તજજ્ઞ શ્રી એલ.એ.શર્મા,શ્રી ઘનશ્યામસિંહ સોલંકી,શ્રી મનીષભાઈ જૈન ,સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા
૦૦૦