
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે CDS બિપિન રાવત સાહેબને શ્રદ્ધાજલિ અપાઈ
બે મિનિટનું મૌન પાળી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાજલિ અર્પણ અપાઇશ્રદ્ધાજલિ
દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે CDS બિપિન રાવત સાહેબને શ્રદ્ધાજલિ અપાઈ
બે મિનિટનું મૌન પાળી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાજલિ અર્પણ અપાઇ
દાહોદ તા.09
ગઈકાલે તામિલનાડુમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતીય સેનાના CDS બિપિન રાવત સહિત 13 લોકોના મોત નિપજતા સમગ્ર ભારતભરમા ઘેરા શોકની લાગણી વ્યાપી છે. ત્યારે આજે ઝાયડ્સ હોસ્પિટલ દાહોદ ખાતે CDS બિપિન રાવત ને શ્રદ્ધાજલુ આપવામાં આવી હતી.
ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના CEO ડો સંજયકુમાર, મેડિકલ સુપ્રીટેન્ડન્ટ, ડો. ભરત હઠીલા, એડી.એમ.એસ. ડો મોહિત દેસાઈ, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, એચ આર મેનેજર કારણ શાહ, હોસ્પિટલનો સ્ટાફ તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સ્વ. બિપિન રાવત સાહેબને બે મિનિટનું મૌન પાળી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી.