બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના એક ગામની ત્રણ સંતાનોની માતા ને 50 વર્ષીય કાકા સસરા સાથે આંખ મળી જતા ઘર છોડી ભાગી છુટ્યા!..?*
*ભાગેડુ યુવતીને ત્રણ સગીર સંતાનો છે,જ્યારે પુરુષને છ સંતાનો પરણીત છે*
સુખસર,તા.10
કહેવાય છે કે,પ્રેમ આંધળો છે.પ્રેમાન્ધ પ્રેમલા-પ્રેમલીને નથી નડતા નાત,જાત,સંબંધ કે ઉંમર અને પ્રેમની ઊંડી ખાઈમા ભુસકો માર્યા બાદ પ્રેમાન્ધ લોકો નથી જોતા પરિવારની આબરૂ તેમજ પતિ-પત્ની કે સંતાનોની પરવા કર્યા વગર જેણે મૂકી લાજ તેનું હોય નાનું સરખું રાજની રીતે સુખી હોવાનો ડોળ કરી વ્યભિચારી જીવન જીવતા હોય છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકાના એક મોટામાં મોટા ગામ તરીકે જાણીતા ગામના કાકા સસરા તથા ભત્રીજા વહુની આંખ મળી જતા છુપાઈને જીવવું તેના કરતાં ભાગીને બિન્દાસ્ત રહી જીવવાનો નિર્ણય કરી ઘર પરિવારને ત્યજી જતા ભાગેડું પત્નીના પતિએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના એક ગામની યુવતીના 17 વર્ષ અગાઉ તાલુકાના જ એક મોટું ગણાતા એક ગામે સમાજના રિવાજ મુજબ લગ્ન થયેલા હતા.અને હાલ આ યુવતીને સંતાનમાં બે પુત્ર તથા એક પુત્રી છે.જ્યારે ત્રણ સંતાનોની માતાને ગામના જ અને પિતા સમાન સંબંધે કાકા સસરા લાગતા છ પરણીત સંતાનોના પિતા સાથે આંખ મળી જતા આ મહિલા પોતાના પતિ સાથે છેલ્લા એક વર્ષથી સામાન્ય બાબતે મૌખિક બોલાચાલી કરતી આવેલ હોવાનું તેના પતિ દ્વારા જાણવા મળ્યું હતું.પરંતુ સગીર સંતાનોના ભવિષ્ય ખાતર આ મહિલાનો પતિ પત્નીનું વર્તન સહન કરતો આવેલ હતો.જ્યારે આ મહિલા એક માસ અગાઉ રાજીખુશી તેના પિયરમાં ગયેલ.પરંતુ સમય થતા ઘરે પરત નહીં આવતા આ મહિલાનો પતિ તેને બોલાવવા તેની સાસરીમાં ગયેલ. તેમ છતાં આ મહિલા તેના પતિ સાથે ઘરે આવેલ નહીં.જ્યારે આ મહિલાની માતાએ જણાવેલ કે,અમારે દીકરીને તમારા ઘરે મોકલવી નથી તેમ જણાવી સાસુએ બોલાચાલી કરતાં મહિલાનો પતિ પરત ઘરે આવતો રહેલ.ત્યારબાદ થોડા દિવસ બાદ આ મહિલાનો પતિ પંચો સાથે મહિલાને તેડી લાવવા માટે જતા મહિલા તેના પિયરમાં નહીં હોય તે મહિલા ક્યાં ગઈ છે તેમ પૂછતા મહિલાની માતા તથા તેમના માણસોએ અમારી છોકરી ક્યાં ગઈ છે તેની અમોને કોઈ જાણ નથી નો ઉડાઉ જવાબ આપી કાઢી મૂક્યા હતા.જોકે આ મહિલા કાકા સસરા લાગતા વ્યક્તિ સાથે ભાગી ગયેલ અને તેમાં ભાગેડું મહિલાની માતાએ પોતાની પુત્રીને ભાગવા માટે સહકાર આપ્યો હોવાના આક્ષેપ સાથે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય બાબત છે કે,થોડા વર્ષ અગાઉ આ જ ગામમાં અને તેજ ફળિયાના કાકા સસરા-ભત્રીજા વહુ ભાગી ગયા હતા.અને પ્રેમનો નશો ઉતરી જતા ભગાવી જનાર કાકા સસરા તે મહિલાને છોડી પરત ઘરે આવી પોતાનું ઘર સંભાળી લીધું.પરંતુ ભાગેડુ મહિલા હાલ નહીં ઘરની કે નહીં ધાટ ની પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરતી હોવાનું જાણવા મળે છે.જોકે આ કિસ્સાનો પરિવાર કે સમાજે પરવા નહીં કરતા ભાગેડુ લોકોને કોઈ બોધ ન મળ્યો.જેના પરિણામ સ્વરૂપ હાલ તે જ ગામ અને તે જ ફળિયામાં પુનરાવર્તન થયું છે.ત્યારે સમાજ અને સામાજિક આગેવાનો દ્વારા કોઈ બોધ શીખવાડાશે કે કેમ?તે જોવું રહ્યું.