બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકા MGVCLની બેદરકારીથી માનાવાળા તથા નાના બોરીદાના દસ દિવસથી અંધારા ઉલેચતા સ્થાનિકો*
*ફતેપુરા એમજીવીસીએલ કચેરીમાં અનેકવાર રજૂઆત કરતા તંત્ર દ્વારા આશ્વાસન પરંતુ કામગીરી થતી નથીનો ગ્રામ જનોનો આક્ષેપ*
સુખસર,તા.9
સુખસર એમ.જી.વી.સી.એલ તંત્રનો વહીવટ દિન પ્રતિદિન કથળતો જાય છે.જેમાં વીજ ગ્રાહકોને વીજ પ્રવાહ બાબતે કોઈ પણ પ્રશ્ન ઉભો થતાં તેની ફતેપુરા ખાતે એમ.જી.વી.સી.એલ કચેરીમાં જાણ કરવામાં આવે છે.અને કમ્પ્લેન નોંધવામાં આવે છે.જ્યારે કમ્પ્લેન નોંધાવ્યાના દિવસો કે ક્યારેક મહિનાઓ વિધવા છતાં ધ્યાન આપવામાં આવતું નહીં હોવાની ફરિયાદો ઊઠે છે.તેવી જ રીતે હાલ છેલ્લા દસ દિવસ ઉપરાંત થી માનાવાળા તથા નાના બોરીદા માં ઘર વપરાશ માટે આપવામાં આવતા વીજ પ્રવાહની ડી.પી બળી જતા તેની ફતેપુરા એમ.જી.વી.સી.એલ કચેરીમાં અનેકવાર જાણ કરવા છતાં ત્યાંથી સુધરી જશે ના આશ્વાસન આપવામાં આવે છે.પરંતુ આજ દિન સુધી આ ડી.પી સુધારવા બાબતે અથવા નવીન ડી.પી નાખવા માટે ધ્યાન આપવામાં આવ્યું નહીં હોવાની બુમો ઉઠી રહી છે. જોકે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવાઇ રહ્યા છે.તેવા જ સમયે વીજ પ્રવાહ બંધ હોય સ્થાનિકો મુશ્કેલી ભોગવતા હોવાનું જાણવા મળે છે.ત્યારે સત્વરે નવીન ડી.પી નાખી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના માનાવાળા બોરીદા તથા નાના બોરીદા માં ઘર વપરાશ માટે આપવામાં આવતા વીજ પ્રવાહની ડી.પી દશ દિવસ ઉપરાંત થી બળી જવા પામેલ છે.જેના લીધે હાલ ઘર વપરાશનો વીજ પ્રવાહ બંધ છે.જેની રજૂઆત ફતેપુરા એમ.જી.વી.સી.એલ કચેરીમાં કરવામાં આવેલી છે.અને જ્યાંથી વહેલી તકે નવીન ડી.પી નાખી વીજ પ્રવાહ ચાલુ કરી દેવામાં આવશે નું આશ્વાસન આપવામાં આવેલ છે. પરંતુ આજ દિન સુધી ડી.પી રીપેરીંગ કરવામાં આવી નથી કે નવીન ડી.પી નાખવામાં આવી નથી.જેના લીધે આ બંને ગામોના સ્થાનિકો વીજ પ્રવાહ વિના અંધારા ઉલેચી રહ્યા છે.જોકે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલે છે તેવા સમયે ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે.તેમજ હાલ દશામાં નું વ્રત ચાલતું હોય ગ્રામ્ય વિસ્તારમાં દશામાં વ્રતનો માહોલ પણ સર્જાયેલો છે.તેવા સમયે વીજ પ્રવાહ બંધ હોય લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.બીજી બાજુ જોઈએ તો હાલ ચોમાસા નો સમય ચાલી રહ્યો છે.અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી જીવજંતુઓનો ત્રાસ પણ જોવા મળે છે.જેના લીધે લોકો રાત્રિના સમયે અંધારામાં ઘરમાંથી બહાર નીકળવા પણ ડર અનુભવી રહ્યા છે.ત્યારે એમ.જી.વી.સી.એલ તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપી માના વાળા બોરીદા તથા નાના બોરીદા ખાતે ઘર વપરાશનો આપવામાં આવતો વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ છે.