રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગુરૂ ગોવિંદ ધામ કંબોઈ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ*
દાહોદ તા. ૯
ઝાલોદ ૧૩૦ વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષ સ્થાને ગુરુ ગોવિંદ ધામ કંબોઇ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગ નિમિતે આદિવાસી સમાજમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓ, કર્મચારીઓ અને શ્રેષ્ઠ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને લાભાર્થીને લાભપત્ર વિતરણ પણ કરવામાં આવ્યા હતા.
આદિવાસી સમાજની સંસ્કૃતિ ના પોષાક ડ્રેસ પહેરીને પોતાની સંસ્કૃતિને ઉજાગર કરી અને આદિવાસી સમાજનાં અનેક કૃતિઓ આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યાં હતાં
આ કાર્યક્રમમાં ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ. કે. ભાટિયા, ઝાલોદ મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર, ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે. એચ. ગઢવી, ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ, જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ, ઝાલોદ શહેર પ્રમુખ, ઝાલોદ તાલુકાના ભાજપના પ્રમુખ, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત સભ્યો, સરપંચશ્રીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને ગ્રામજનો અને નાગરિકો હાજર રહ્યા.