*ઝાલોદ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા નાનસલાઇ ગામ ની પ્રસુતાની એમ્બ્યુલન્સ માં સફળ ડિલિવરી કરાવી*
સુખસર,તા.7
5 ઓગસ્ટ-2024 ના રોજ નાન સલાઇ ગામની એક 24 વર્ષીય મહિલા ને ડીલેવરનો દુઃખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સને કોલ કરી કેશ નોંધાવ્યો હતો.ત્યારે ઝાલોદ 108 ને આ કેશ મળતાં તરત જ કોલર ને કોલ કરી ને પ્રિ અરાઈવલ ઇન્સ્ટ્રકશન આપી તાત્કાલિક જવા રવાનાં થયાં હતાં.ત્યારે નાન સલાઈ પહોંચ્યા પછી પેશન્ટની કંડીશન જોઈ,પેશન્ટ દુઃખાવો વધારે હોવાથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઇ પછી રસ્તામાં ઝાલોદ બસ સ્ટેશન પાસે આવતા બાળકનું માથું દેખાતાં જ એમ્બ્યુલન્સ સાઇડ પર ઊભી રાખી એમ્બ્યુલન્સ માંજ નોર્મલ ડિલિવરી કરવાની ફરજ પડી હતી.અને ડૉ ERCP,ડૉ .મયુરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ આપી માતા અને બાળકી નો જીવ જોખમમાં થી બચાવી લેવામાં આવ્યો હતો. અને S.D.H હોસ્પિટલ ઝાલોદ મા સ્વીફ્ટ કરવામાં આવ્યા હતા.108 એમ્બ્યુલન્સના સ્ટાફ EMT અજય.એમ.ડામોર તથા પાઇલોટ બાબુ.પી .તડવીની સૂઝ બુઝ થી પેશન્ટ ને સલામતી પૂર્વક હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.