રાજેશ વસાવે :- દાહોદ
ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમે સરીસૃપોને જંગલમાં મુક્ત કર્યા,
દાહોદ તાલુકાના લીલર ગામેથી એક જ સ્થળેથી સાગમટે 13 સરીસૃપોનું રેસ્ક્યુ કરાયું.
દાહોદ તા. 06
દાહોદ તાલુકાના લીલર ગામે એક ઘરની બહાર પડેલા ઈંટના જથ્થામાં સાગમટે 13 જેટલા સરીસૃપો જોવા મળતા રેસ્ક્યુ ટીમ દ્વારા તમામ 13 જેટલા સરીસૃપોનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હતા.જોકે જવલ્લે એ જ બનતી આવી ઘટનાથી ઉપસ્થિત ગ્રામજનોમાં એક પ્રકારનું કુતુહુલ સર્જાયું હતું.
દાહોદ જિલ્લો અફાટ વનરાજીથી ઘેરાયેલો છે. જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીઓ સાથે વિવિધ પ્રજાતિના સરીસૃપો તેમજ મહાકાય પાયથન પણ વસવાટ કરતા હોય છે. જંગલ વિસ્તારમાંથી અવારનવાર રહેણાંક વિસ્તારોમાં સરીસૃપો અને પાઇથન (અજગર) દેખાતા વન વિભાગની ટીમ તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા માનવ વસાહતોમાંથી સરિસ રોકોના રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં પુનઃ મુક્ત કરવામાં આવે છે.આજરોજ દાહોદ તાલુકાના લીલર ગામે એક ઘરની પાસે ઈંટોના જથ્થા પાસે સરીસૃપ જોવા મળતા સ્થાનિકોએ આ અંગેની જાણ દાહોદ ખાતે કાર્યરત ઓલ એનિમલ રેસક્યુ ટીમને કરતા થોડીક જ વારમાં રેસક્યુ ટીમ આવી જતા એક પછી એક 13 જેટલાં બિનઝેરી સાંપોનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા સરીસૃપોમાં બેન્ડર રેસર (ધામણ)ના બે મોટા તેમજ 11નાના બચ્ચાંઓનો રેસ્ક્યુ કર્યા બાદ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જવલ્લે જ જોવા મળતી આવી ઘટનાથી ઉપસ્થિત ગ્રામજનોમાં કુતુહલ સર્જાયો હતો.