દેવગઢબારિયા નગરમાં જર્જરીત બંધ મકાન ધરાસાઈ, સદભાગ્યે કોઈ જાનહાની નહીં.
દેવગઢ બારીયા નગરમાં એક જર્જરીત રહેણાંક મકાન ધરાસાઈ થતાં આસપાસના લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.જોકે આ મકાન બંધ હોવાથી સદભાગ્ય કોઈ જાનહાની બનવા પામી નહોતી..
દાહોદ તા. ૬
ચોમાસાની ઋતુ દરમિયાન વહીવટી તંત્ર જર્જરીત મકાનોને ઉતારી પાડવા માટે જે તે મકાન માલિકોને સાગમટે માટે નોટિસો ફટકારતો હોય છે. જેમાં જણાવવામાં આવે છે કે લોકોને જાન માલને નુકસાન થાય તે પહેલા જર્જરીત મકાન માલિક સ્વખર્ચે ઉતારી લેવા જણાવાય છે તેમ છતાં આવી નોટિસો મળ્યા બાદ મોટા ભાગની જર્જરિત ઇમારતો અડીખમ ઊભેલી જોવા મળે છે.અને કોઈ ઘટના બને તેની રાહ જોતા હોય છે. આવી જે ઘટના દેવગઢબારિયા નગરના રાણા શેરી ફળિયામાં બનવા પામી છે.જેમાં જર્જરીત બંધ મકાન ધારાસાઇ થયો હતો જેના પગલે નાશ ભાગ સર્જાઇ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની બનવા પામી નહોતી. પરંતુ તંત્ર દ્વારા આ મામલે ગંભીરતાથી વિચારી દાહોદ જિલ્લામાં જર્જરિત મકાનોને સત્વરે દૂર કરવામાં આવે તો લોકોની જાનમાલને નુકશાન ન થાય તે જોવું પણ જરૂરી છે.