રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લાનો માછલનાળા ડેમમાં 92%ટકા પાણીની આવક સાથે ઓવર ફ્લો થવાના આરે..
ડેમની 277.64 મીટરની મહત્તમ સપાટી,હાલ 277.20 મીટર ડેમની સપાટી,
સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ ખેડૂતો ખુશખુશાલ,સાત ગામોને એલર્ટ કરાયા.
દાહોદ તા. 06
દાહોદ જિલ્લામાં શ્રાવણીયા ઝરમરિયા તેમજ ઉપરવાસમાં વરસાદના પગલે ઝાલોદ તાલુકાનો માછલાળા ડેમ છલોછલ થતા ગમે ત્યારે ઓવર ફ્લો થાય તેમ ડોકાઈ રહ્યું છે.તાજેતરમાં દાહોદ જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદથી માછલનાળા ડેમમાં નવા નીર આવ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ માછલાણા ડેમની મહત્તમ સપાટી 277.64 મીટર છે. જોકે હાલ ડેમમાં નવા નીર ની આવક થતા 92% ટકા જેટલું ડેમ ભરાઈ જતા હાલમાં ડેમની સપાટી 277.20 મીટર ઉપર પહોંચી છે. જે ગમે ત્યારે ઓવરફ્લો થાય તેમ છે. વહીવટી તંત્ર સાવચેતીના ભાગરૂપે માંછળનાળા ડેમની નીચાણવાળા વિસ્તારોમાં આવેલા સાત જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે ડેમ છલોછલ ખેડૂત પુત્રોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે કારણ કે માછલનાળા ડેમમાંથી ઝાલોદ ઉપરાંત આસપાસના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.હવે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ખેડૂતો ઉપરાંત માછલનાળા ડેમ મારફતે પીવાનું પાણી પણ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ વર્ષે આમ તો સરેરાશ કરતા ઓછો વરસાદ દાહોદ જિલ્લામાં પડ્યો છે. જિલ્લાના સાત ડેમો પૈકી એકમાત્ર માછળનાળા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં આવ્યો છે જ્યારે બાકીના ડેમોમાં નવા નેર ની આવક થઈ છે પરંતુ હજી પણ મોટાભાગના ડેમોમાં 42% ઉપરાંત પાણીની ઘટ છે.