સિંગવડ નગરમાં શિવભક્તો દ્વારા તૃતીય કાવડયાત્રા યોજાઈ..
સીંગવડ તા. ૫
સિંગવડ નગરના ભક્તો દ્વારા દર વર્ષે શ્રાવણ માસ માં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે તે જ રીતના આ વર્ષે પણ શ્રાવણ માસના પહેલા સોમવાર 5 8 2024 ના રોજ ત્રિવેણી સંગમ બાંડીબાર થી સવારે 7:00 કલાકે તૃતીય કાવડ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ કાવડ યાત્રા માં સિંગવડ નગર તથા આજુબાજુના 200થી વધારે ભક્તો તથા મહિલાઓ પણ જોડાઈ હતી જ્યારે સવારે 07:00 વાગ્યે ત્રિવેણી સંગમથી આ કાવડ યાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જ્યારે આ કાવડ યાત્રાનું વિશેષ આકર્ષણમાં કાવડ યાત્રા પાલકી પોટાસ થી ફોડતી બંદૂક તથા પેપર સેટ તેમજ ખૂબ આતિશ બાજી કરવામાં આવી હતી જ્યારે કાવડ યાત્રા ને ઢબુડી કેસરપુર છાપરવડ પીપળીયા પિસોઇ વગેરે ગામોમાં ભક્તો તથા આગેવાનો દ્વારા કાવડ યાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે કાવડ યાત્રા ના ભક્તો માટે પાણીની સુવિધા તથા ફરિયાળી ના પેકેટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી કાવડ યાત્રાના ભક્તો ચપ્પલ પહેર્યા વગર કાવડયાત્રા ને ઉચકવવામાં આવી હતી કાવડ યાત્રા સિંગવડ નગરમાં આવી પહોંચતા કાવડ યાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે કાવડ યાત્રા નીચવાસ બજાર થઈ કબૂતરી નદીના કિનારે બિરાજમાન રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી ત્યાં પહોંચી ને ભક્તો દ્વારા જે ત્રિવેણી સંગમ પરથી જળ લઈને આવ્યા હતા તેનાથી રત્નેશ્વર મહાદેવ નો જળાભિષેક કરવામાં આવ્યો હતો અને આરતી ઉતારવામાં આવી હતી જ્યારે ભક્તો દ્વારા બોલ બોમ બમ બમ ના નાંદ સાથે રત્નેશ્વર મહાદેવનું મંદિર ગાજી ઉઠ્યું હતું જ્યારે આ કાવડ યાત્રા નું રણધીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જીબી રાઠવા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.