રાજેશ વસાવે :- દાહોદ
એપીએમસી માર્કેટમાં તસ્કરો ત્રાટક્યા, મોટાંભાગના CCTV કેમેરા બંધ હાલતમાં
પંડિત દિન દયાલ સસ્તા અનાજની દુકાનમાં તસ્કરો તેલ ના ડબ્બા લઇ ફરાર..
તસ્કરોએ થોડાક છુપાવા સીસીટીવી કેમેરા પર કંથાન નાખ્યા.
એપીએમસીમાં એક જ દૂકાનમાં ચોથી વાર ચોરી,
દાહોદ તા.03
ગરબાડા એપીએમસી માર્કેટમાં આવેલી પંડિત દિન દયાલ સસ્તા અનાજની દુકાનમાં મધરાતે ચોરીના મક્કમ ઈરાદા સાથે અજાણ્યા તસ્કરોએ સસ્તા અનાજની દુકાનની પાછળના ભાગે આવેલા દરવાજાનો નકુચો તોડી દુકાનમાં પ્રવેશ કરી સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તેમજ દુકાનમાં મુકેલા અંદાજે 40 હજાર ઉપરાંત રૂપિયા કિંમતનું 15 લિટરના 17 જેટલા તેલના ડબ્બા તેમજ 42 જેટલા તેલના પાઉચ તથા 3000 ઉપરાંતની પરચુરણ રોકડ સહિતના સરસામાન પર હાથફેરો કરી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.જોકે
જોકે હાલ આ ઘટના સંબંધે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
*એપીએમસી માર્કેટમાં મોટાભાગના કેમેરા બંધ, ચાલું કેમેરા પર તસ્કરોએ કંથાન ઢાંક્યા.*
ચોરી કરવા આવેલા તસ્કરો APMC માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરા થઈ જવા પામ્યા હતા.અત્રે ઉલ્લેખની છે કે ચોરી કરવા આવેલા તસ્કરોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરાને કંથાન ઢાંકી દીધો હતો.બીજી તરફ એપીએમસી માર્કેટમાં લાગેલા મોટાભાગના કેમેરા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે.
*એપીએમસીમાં ચોથી વખત એક જ દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું.*
ત એપીએમસી માર્કેટમાં આવેલી આ સસ્તા અનાજની દુકાનને અગાઉ પણ કરો એ ત્રણથી ચાર વખત નિશાન બનાવી માલમતા પર હાથફેરો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.જોકે એપીએમસી માર્કેટમાં હોમગાર્ડ ની ડ્યુટી હોવા છતાં અવારનવાર આ બનાવો બનતા હોમગાર્ડ કેવા પ્રકારની ડ્યુટી કરે છે. તે ફલીત થાય છે.