દે.બારિયા તાલુકાના સીંગોર ધડાડુંગર જંગલ વિસ્તારમાં અજાણ્યા વાહનની અડફેટે માદા દીપડીનું મોત..
વન વિભાગે મૃતક દીપડીનું પીએમ કરાવી અગ્નિસંસ્કાર કર્યા…
દાહોદ તા.03
દેવગઢ બારિયા તાલુકાના શિંગોર ધડા ડૂંગર ખાતે ભુવાલ-દુધિયા માર્ગ પર ગતરોજ અજાણ્યા વાહનની અડફેટે માદા દીપડીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમે 0 મરણ જનાર દીપડીના મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યા હતા.
અફાટ વનરાજી ધરાવતા દાહોદ જિલ્લામાં ગીચ જંગલ હોવાથી અહીંયા દીપડા,રીંછ,રોઝડા, હાઈના સહિતના હિંસક પ્રાણીઓ વસવાટ કરે છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતા રસ્તાઓ ઉપર અવારનવાર વન્ય પ્રાણીઓ આવી જતા હોવાથી માર્ગ અકસ્માતમાં અનેકવાર પશુઓના મોત નીપજ્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં વન્યપ્રાણી દીપડા તેમજ નીલગાય જંગલ વિસ્તારમાંથી પસાર થતા માર્ગો ઉપર આવી જતા માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે આવો જ બનાવ દેવગઢ બારીયા તાલુકાના સીગોર ધડાડુંગર ગામે ભુવાલથી દૂધિયા જવાના માર્ગ ઉપર કોઈ અજાણ્યા વાહનની અડફેટે માદા દીપડીને જીવલેણ ઇજાઓ પહોંચતા તેનું મોતની નીપજ્યું હતું. આ અંગેની જાણ દેવગઢબારિયા વન વિભાગનાં આઈએફએસ એમ.એલ મીણાને થતા તેઓના માર્ગદર્શનમાં એ.સી.એફ એ.આઈ.પરમાર, આર. એમ. પુરોહિત સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને મરણ જનાર દીપડીના મૃતદેહને પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં પીએમ બાદ વન વિભાગ દ્વારા મરણ જનાર દીપડીનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
*મરણ જનાર દીપડીનું અકસ્માતમાં મોત થતાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે :- આઈએફએસ એમ.એલ મીણા*
દેવગઢ બારીયાના દુધિયા થી ભુવાલ જવાના રસ્તે અજાણ્યા વાહનની અડફેટે છ થી આઠ માસ જેટલી ઉંમરની માદા દીપડી નું અવસાન થયું છે. જેનું વન વિભાગની ટીમે નિયમો અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.