ફતેપુરા ખાતે હિપેટાઈટીસ દિવસની ઉજવણી સહિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત આર્ટસ કોલેજ ફતેપુરાના સ્ટાફ અને સ્ટુડન્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું
સુખસર,તા.2
ફતેપુરા ખાતે આજરોજ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય તિલાવત,જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અધિકારી ડૉ.આર.ડી પહાડિયા,તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુરેશ.વી.અમલીયારના ઓના માર્ગદર્શન હેઠળ રેડકોર્સ સોસાયટી દાહોદ બ્રાન્ચ તેમજ ફતેપુરા તાલુકા આરોગ્ય કચેરી અને આર્ટસ કોલેજ ફતેપુરાના એન.એસ.એસ વિભાગના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુખસર આઈ.સી.ટી.સી કાઉન્સિલર નયનાબેન દરજી દ્વારા એચ.આઇ.વી/ એઇડ્સ,એચ.બી.એસ.એ.જી,ટી.બી, સિકલસેલ,એસ.ટી.આઈ જેવા રોગોની માહિતી આપવામાં આવી હતી.તેમજ રક્તદાન એ મહાદાન વિશેની વિસ્તૃત માહિતી આપી પ્રચાર પ્રસાર (આઈ. ઈ.સી) કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આર્ટસ કોલેજ ફતેપુરાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને આરોગ્ય વિભાગ સાથે રહીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આરોગ્ય વિભાગ,કોલેજના સ્ટાફ, સ્ટુડન્ટ અને ગ્રામજનો માંથી 51 ડોનરો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.