રાજેશ વસાવે :- દાહોદ
રાજ્ય વ્યાપી પીએસઆઇમાંથી પી.આઇની બઢતીના દોરમાં..
દાહોદ જિલ્લામાંથી ત્રણ પીએસઆઇ પીઆઇ બનતા પાઈપિંગ સેરેમની યોજાઈ..
પોલીસ અધિક્ષક તેમજ ડી.વાય.એસ.પી. હેડ ક્વાર્ટરની ઉપસ્થિતિમાં પાઈપિંગ સેરેમની યોજાઇ ..
દાહોદ તા. ૨
રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા 233 જેટલા બિન હથિયારધારી પીએસઆઇ કક્ષાના અધિકારીઓની બિન હથિયારધારી પીઆઈ તરીકે પ્રમોશન થયા છે રાજ્યવ્યાપી આ બદલીના દોરમાં દાહોદ જિલ્લામાં એલસીબી કચેરીમાં ફરજ બજાવતા એમએલ ડામોર, lic શાખામાં ફરજ બજાવતા મહેન્દ્ર ડામોર, એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતી રાગીનીબેન ચંદ્રકાંત ખરાડીની બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી થતા આજરોજ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ ડીવાયએસપી હેડ ક્વાર્ટર સાજીદ રાઠોડની ઉપસ્થિતિમાં બંને પોલીસ અધિકારીઓની પાઈપિંગ સેરેમની યોજાઇ હતી.
આ ઉપરાંત મહેન્દ્ર ડામોર કોઈ કામ અર્થે બહારગામ હોવાથી તેઓની પાઈપિંગ સેરેમની મોકૂફ રાખવામાં આવી હતી.