ઈલિયાશ શાખ :- સંતરામપુર
સંતરામપુરમાં બસ સ્ટેશન શિક્ષણ તાલીમ ભવન વચ્ચે સાડા ત્રણ કરોડના ખર્ચે ડિવાઈડર સાથે રસ્તો બનશે.!
સંતરામપુર પાલિકા દ્વારા બસ સ્ટેશન ચાર રસ્તાથી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુધી અંદાજિત રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે ડિવાઇડર સાથે ટૂંક સમયમાં નવો રસ્તો બનશે
સંતરામપુર તા. ૧
સંતરામપુર ગોધરા ભાગોળ બસ સ્ટેન્ડ ચાર રસ્તા થી પીટીસી કોલેજ સુધીનો રસ્તો હાલતમાં ઘેર ઠેર ખાડાવવા જોવા મળી આવેલા હતા અને ચોમાસામાં દરમિયાનમાં ચારે બાજુ તળાવની જેમ પાણી ભરેલા જોવા મળી હતું સંતરામપુર પાલિકા દ્વારા ટેન્ડર પક્રિયા કરીને વર્ષોથી ગોધરા ભાગોળ વિસ્તારમાં ટ્રાફિકના પ્રશ્નોને લઈને ડિવાઇડર સાથે નવું રસ્તો બનાવવાનું ટૂંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે આ રસ્તાની બે ફૂટનું ડિવાઇડર રોડના મધ્યમથી ફૂટપાથ સાથે આઠ મીટર પહોળો બંને સાઈડોમાં રસ્તો બનાવવામાં આવશે કાયમી ધોરણે વરસાદી પાણીના નિકાલ માટેની સુવિધા સાથે આ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવશે જ્યારે અદાણી ગેસ પાઇપલાઇન જીઓ ટાવર કે અન્ય યોજનાની કામગીરી માટે બીજીવાર રોડ તોડવો ના પડે એ માટે તમામ પ્રોસેસિંગ સાથે આ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવશે બંને સાઈડોમાં રસ્તો પહોળો કરવા માટે કાચા પાકા દબાણ પણ દૂર કરવામાં આવશે આ વિસ્તારમાંથી ડિવાઈડર નાખ્યા પછી કાયમી ધોરણે ટ્રાફિક સમસ્યાની પ્રશ્ન પણ હલ થઈ જશે વર્ષો પછી પાલિકા સ્થાનિક રહીશોને અને રાહતદારીઓને ડિવાઈડર સાથેની સારી રસ્તાની સુવિધા આપશે ડિવાઈડર ફૂટપાટ વરસાદી નો નિકાલ જ્યારે ગાયત્રી મંદિર પાસેથી બસ સ્ટેશન ચાર રસ્તા સુધી પણ નવો રસ્તો બનાવવામાં આવશે આ રીતે સંતરામપુર પાલિકા ઉપર સમયની અંદર લુણાવાડા રોડ અને બસ સ્ટેશન ચાર રસ્તા નો બે નવા રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરશે સંતરામપુરમાં ડિવાઈડર સાથે નવા રસ્તા બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકેલી છે ટૂંક સમયમાં નવા રસ્તાની કામગીરી હાથ ધરાશે