રાજેશ વસાવે :- દાહોદ
રતલામ મંડળમાં સમાવિષ્ટ દાહોદ રેલવે સ્ટેશનને “ઇટ રાઈટ સ્ટેશન”નું સર્ટિફિકેટ મળ્યું.
રતલામ ડિવિઝનના 11 સ્ટેશનો પશ્ચિમ રેલવેમાં સૌથી વધુ ‘ઇટ રાઇટ સ્ટેશન’ ના સર્ટિફિકેટ
દાહોદ તા.02
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ અને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસિત થઈ રહેલા દાહોદ સ્ટેશનને ઇટ રાઈટ સ્ટેશન નું સર્ટિફિકેટ મળતા દાહોદ રેલવે સ્ટેશનની યસ કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. સાથે સાથે એકલું દાહોદ જ નહીં રતલામ ડિવિઝનએ ઈટ રાઈટ સ્ટેશન પ્રમાણપત્ર મેળવવામાં પશ્ચિમ રેલવેના અન્ય 5 વિભાગોને પાછળ છોડી દીધા છે.અત્યાર સુધીમાં રતલામ ડિવિઝનના સૌથી વધુ 11 સ્ટેશનોએ આ પ્રમાણપત્ર મેળવ્યું છે.મેડિકલ અને કોમર્શિયલ વિભાગ આનાથી ઉત્સાહિત છે.વિભાગે વધુ કેટલાક સ્ટેશનોને પ્રમાણિત કરવા પ્રયાસો શરૂ કર્યા છે.આ પ્રમાણપત્ર ઓથોરિટી દ્વારા મુસાફરોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાના આધારે આપવામાં આવે છે. એક દિવસ પહેલા સુધી, તેમની સંખ્યા 8 હતી, પરંતુ બુધવારે, ડિવિઝનના 3 વધુ સ્ટેશન, નિમ્બહેરા, ચંદેરિયા અને ચિત્તોડગઢને પણ પ્રમાણિત કરવામાં આવ્યા છે. આ સહિત પશ્ચિમ રેલવે ઝોનના 24 સ્ટેશનોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલ આ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. જેમાં મુંબઈના 7, રાજકોટ, અમદાવાદના 4 નો સમાવેશ થાય છે. જોકે વડોદરાના એક-એક સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખની છે.કે માત્ર ભાવનગર ડિવિઝન છે.જેમાં એક પણ સ્ટેશન આ પ્રમાણપત્ર મેળવી શક્યું નથી. આ મામલે વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આ સ્ટેશનો પર ખાદ્યપદાર્થો અને ખાદ્યપદાર્થો સંબંધિત ઘણા પાસાઓની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટના આધારે ઓથોરિટી આ પ્રમાણપત્ર આપે છે.
*પશ્ચિમ રેલવેના વિભાગો અને ઇટરાઇટ સ્ટેશનો*
• રતલામ – ઈન્દોર, નાગદા, ઉજ્જૈન, ચિત્તોડગઢ, ડૉ. આંબેડકર નગર, ચંદેરિયા, નિમ્બહેરા, બદનગર, દેવાસ, દાહોદ, ઉછરૌડ.
• અમદાવાદ – વિરમગામ
• વડોદરા – વડોદરા
• ભાવનગર – ડિવિઝનમાં પ્રમાણપત્ર મળ્યું નથી.
• મુંબઈ – ઉધના, સુરત, વાપી, પાલઘર, દહાણુ, નવસારી, વલસાડ
• રાજકોટ – રાજકોટ, દ્વારકા, જામનગર, સુરેન્દ્ર નગર