સિંગવડના બરોડા-નાની મંડેરને જોડતા કબુતરી નદી પરના પુલ વરસાદમાં ધોવાયો.
સીંગવડ તા. ૨૯
સિંગવડ તાલુકાના કબૂતરી નદી પર બરોડા તથા નાની મંડેર ને જોડતો પુલ પરથી ઘણા વાહન વ્યવહાર ચાલતા હોય છે પરંતુ આ કબૂતરી નદી પરના નાળા ને થોડાક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો જ્યારે આ પુલ બનાયા પછી આ પુલ પર જ્યારે પણ વધારે પડતા વરસાદ પડવાથી આ પુલ પર ધોવાઇ ને ખાડો પડી જતો હોય છે તે જ રીતે ગઈકાલ રાત્રે વધારે પડતો વરસાદ પડવાથી કબુતરી નદી પરનો એક સાઈડ નો ભાગ ધોવાઈ ગયો હતો જ્યારે જે નાળા પર પુલ બનાવવામાં આવ્યો છે તે સાવ ભંગાર હાલતમાં હોય તેમ લાગી રહ્યું છે કેમ કે જ્યારે પણ વરસાદી પાણી વધારે પડવાથી આ નાળા પરનું ધોવાણ વારંવાર થઈ જતું હોય છે જ્યારે નાળા ના ધોવાણ ને ફટાફટ પૂર્ણ નહીં કરવામાં આવે તો આ નાળા પરથી નીકળતા વાહન ચાલકોને તેનો ભોગ બની શકે તેમ છે જ્યારે આ નાળા પર રાત્રિના સમયે વાહન ચાલકોને ખાડો નહીં દેખાય તો તે આ ખાડામાં ખાબકી શકે તેમ છે અને કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે તેમ છે માટે આ નાળાનું વ્યવસ્થિત પૂરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.