Monday, 09/12/2024
Dark Mode

સિંગવડ તાલુકાના બોરગોટા ગામે ડામર રસ્તા પર નાળું ન બનાવતા વાહન ચાલકોને હાલાકી..     

July 30, 2024
        429
સિંગવડ તાલુકાના બોરગોટા ગામે ડામર રસ્તા પર નાળું ન બનાવતા વાહન ચાલકોને હાલાકી..     

સિંગવડ તાલુકાના બોરગોટા ગામે ડામર રસ્તા પર નાળું ન બનાવતા વાહન ચાલકોને હાલાકી..     

સીંગવડ તા. ૨૯                        

સિંગવડ તાલુકાના બોરગોટા ગામે ગયા વર્ષે વરસાદ વધારે પડતા ડામર રસ્તાની વચ્ચે નાળુ ધોવાઈ ગયું હતું તે નાળા ને નવું નહીં બનાવીને આ નાળા ઉપર સરકારી તંત્ર દ્વારા તૈયારીમાં નાળુ નાખી કાંકરીઓ નાખીને પૂરણ  કરી દેતા નાળું પહેલા કરતા સાંકડું થઈ જતાં રસ્તા ઉપરથી નીકળતા મોટા વાહનોને તકલીફ પડતી હોય છે જ્યારે આ રસ્તો ચુંદડી વાલાગોટા કૂવાઝર મોરવા ગોધરા જવા માટેનો રસ્તો હોય આ રસ્તા પર વધારે પડતા વાહન વ્યવહાર ચાલતા હોવાના લીધે સામસામે વાહનો આવી જતા વાહન ચાલકોને ઉભું રહેવું પડતું હોય છે જ્યારે આ ડામર રસ્તા ઉપરના નાળાને તૂટ્યા ને એક વર્ષ ઉપર થવા આવ્યા છતાં આ  નાળા ને નવેસરથી વ્યવસ્થિત ચણતર કરીને પહોળો કરીને નવો બનાવવામાં નથી આવ્યો જ્યારે આ ડામર રસ્તા ઉપરના નાળા ને જે સમયે પુરણ કરવામાં આવ્યું તે જ રીતના  આજ દિન સુધી છે જ્યારે આ રસ્તા ઉપર થી મોટા વાહનો બસો પ્રાઇવેટ પેસેન્જર વાહનો તથા નાના વાહનો ને ગોધરા જવા માટે અવર-જવર વધારે પડતી હોય છે પરંતુ સરકારી તંત્ર દ્વારા આ  નાળા ને ધ્યાન નહીં લઈને વાહનચાલકો માટે મુસીબત ઊભી થઈ હોય તેમ છે જ્યારે આ નાળા ઉપરથી સ્થાનિક નેતાઓ તથા અધિકારીઓની અવરજવર હોવા છતાં આ નાળા માટે આંખ આડા કાન કરાતા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ નાળા ને વહેલી તકે પહળો કરીને વ્યવસ્થિત બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!