Wednesday, 13/11/2024
Dark Mode

ગરબાડાનાં પાટીયાઝોલ પુલ પર મધ્યપ્રદેશ તરફથી શાકભાજી ભરીને જતી પીકપ ગાડી રાત્રિના નદીમાં ખાબકી

July 29, 2024
        952
ગરબાડાનાં પાટીયાઝોલ પુલ પર મધ્યપ્રદેશ તરફથી શાકભાજી ભરીને જતી પીકપ ગાડી રાત્રિના નદીમાં ખાબકી

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાનાં પાટીયાઝોલ પુલ પર મધ્યપ્રદેશ તરફથી શાકભાજી ભરીને જતી પીકપ ગાડી રાત્રિના નદીમાં ખાબકી

ગરબાડા તા. ૨૯ 

ગરબાડાનાં પાટીયાઝોલ પુલ પર મધ્યપ્રદેશ તરફથી શાકભાજી ભરીને જતી પીકપ ગાડી રાત્રિના નદીમાં ખાબકી

ગરબાડાના દાહોદ અલીરાજ હાઇવે પર અવારનવાર અકસ્માત બનવાની ઘટના બનતી હોય છે જેમાં ગત રાત્રિના સમયે વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં પાટીયાઝોલનાં પુલ પર રાત્રિના સમયે મધ્યપ્રદેશના કૂક્ષીથી શાકભાજી ભરીને રાજેસ્થાન તરફ જતી પીકપ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકપ ગાડી રેલીંગ કૂદીને નીચે ખાબકી હતી આ ઘટનામાં ડ્રાયવરને માથાના ભાગે ઇજા થઇ હતી. અકસ્માતની જાણ પોલીસ ને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ જગ્યાએ અવારનવાર અકસ્માત સર્જવાની ઘટનાઓ બનતા આ પુલ અકસ્માત ઝોન તરફ આગળ વધી રહ્યો છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!