રાજેશ વસાવે :- દાહોદ
મારો જિલ્લો કોંગ્રેસનો જિલ્લો અંતર્ગત દાહોદ ખાતે સંકલ્પ શિબિર યોજાઈ:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક અને અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા
દાહોદ તા.27
દાહોદ શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ “મારો જીલ્લો કોગ્રેસનો જીલ્લો” કાર્યક્રમ અંતર્ગત દાહોદ જીલ્લાની મુલાકાતે પહોંચ્યાં હતાં, જ્યાં કોંગ્રેસ સંકલ્પ શિબિરમા કાર્યકર્તાઓને આગામી ચુંટણીમા મજબુતાઈથી ચુંટણી લડવા માટે જરુરી માર્ગદર્શન આપ્યુ હતુ અને સાથે દાહોદ જીલ્લામાં વિકાસના નામે થઈ રહેલા ભ્રષ્ટાચાર તેમજ હાલ થોડા દિવસો પહેલા દાહોદના વન વિભાગના ડીસીએફના આત્મહત્યા પ્રકરણમાં સરકાર પર આકરા પ્રહારો કરી આ તમામ કૌંભાંડો તેમજ આત્મહત્યા પાછળ ભાજપ સરકારના નેતાઓનો હાથ હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
દાહોદ શહેરના ઈન્દોર હાઈવે રોડ પર આવેલ પ્રસંગ-2 ખાતે દાહોદ શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનીક અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના અગ્રણીઓ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોની મુલાકાતે પહોંચ્યાં હતાં. જ્યાં મીડીયા સાથેની વાતચીતમાં મુકુલ વાસનીક દ્વારા જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના નેતાઓ, કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યાં હતાં. સંગઠનમાં આગળ અમારી શુ જવાબદારી હશે, શુ કાર્યક્રમ હશે, તે મામલાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 2024ની લોકસભાની ચુંટણીમાં 400 ઉપરાંતની સીટોનું સપનુ જાનાર ભાજપાની સરકારને સરકાર બનાવવા માટે બૈસાખીનો સહારો લેવો પડ્યો છે. બજેટમાં પણ સરકારે લોકોની ભલાઈ માટેનું બજેટ નથી. આ બજેટ માત્રને માત્ર વડાપ્રધાન મોદીએ પોતાની બૈસાખીઓને મજબુત કરવા તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થશે.આ તમામ ફોરેસ્ટની લેન્ડ હોય કે એનએના ખોટા હુકમો હોય કે નકલી કચેરી હોય કે પછી કરોડો રૂપીયાનો મનરેગામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે તે તમામમાં ભાજપના નેતાઓની સામેલગીરી, તેમના આર્શિવાદ તેમજ તેમના મળતીયાઓ આખુ કૌંભાંડ ચલાવી રહ્યાં છે જેના કારણે આત્મહત્યાઓ થઈ રહી છે. આવનાર સમયમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. તેમાં નકલી કચરીનો મુદ્દો હોય, જંગલની જમીનના ખોટા દુરઉપયોગ હોય, જમીનના કૌંભાંડો હોય તે તમામ મુદ્દાઓને વિધાનસભામાં ઉઠાવવામાં આવશે. આદિવાસીની 73 એએની જમીનોને તેમની પાસેથી ઝીનવવાનું ભુમાફિયાઓ ષડયંત્ર થઈ રહ્યું છે અને તેમાંય અહીંના ભાજપના નેતાઓની સામેલગીરી છે તે તમામનો પર્દાફાર્શનો આવનાર વિધાનસભામાં કરવામાં આવશે. તેમ, અમિત ચાવડા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.આ કાર્યક્રમમા દાહોદના માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ, ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, દાહોદના માજી ધારાસભ્ય વજેસિંહભાઈ પણદા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના જિલ્લા ટીમના પ્રદાધિકારીઓ, તાલુકા કોંગ્રેસના પ્રમુખો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.