Wednesday, 11/12/2024
Dark Mode

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લપાણીયા ગામે દીપડાએ બળદનું મારણ કર્યું….

July 27, 2024
        400
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લપાણીયા ગામે દીપડાએ બળદનું મારણ કર્યું….

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લપાણીયા ગામે દીપડાએ બળદનું મારણ કર્યું….

સંતરામપુર તા. ૨૭ 

કડાણા તાલુકાના લપણીયા ગામે રહેતા ભારૂભાઈ અમતાભાઈ ડામોર ને તેમના પરિવાર સાથે રાત્રે સુઈ ગયેલ હતા.ત્યારે રાત્રીના સમયે દિપડો આવીને તેમના બળદ ને શિકાર બનાવેલ ને દીપડા એ બળદનું મારણ કરેલ, જેની ખબર ધરના ને સવારે પડતા,આ ધટનાની જાણ જંગલ ખાતા ને કરાતાં જંગલ ખાતા અઘિકારીઓ ધટના સ્થળે આવેલ ને પશુપાલન શાખા નાં ડોકટર ને બોલાવી ને સ્થળ પર પંચકેસ ને દીપડાએ મારણ કરેલ બળદનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ હતું.સમગ્ર ઘટનાએ આજુબાજુ વિસ્તારના લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. જંગલમાં ફરતા દીપડાઓને તેમને પૂરતો ખોરાક ન મળતા તેઓ માનવ વસ્તીમાં ઘૂસી જાય છે જેના કારણે માનવ વસ્તીમાં રહેલા પાડેલા પશુઓને મારીને નુકસાન કરતા ધરતીપુત્રોમાં દીપડાનો ભય પેદા થવા પામ્યો છે.જંગલ ખાતાના અધિકારી કર્મચારીઓ દ્વારા દીપડા અને પાંજરે પુરવાની તજવીજ કરવામાં આવી તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!