રાજેશ વસાવે :- દાહોદ
આખરે આતુરતાનો અંત. દાહોદ જિલ્લામાં મેહુલિયો મહેરબાન થતા ધરતીપુત્રો ખુશખુશાલ
ઝાલોદ પંથકમાં ધોધમાર વરસાદથી ટીટોડી નદી બે કાંઠે આવતા કોઝ વેપર પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર ઠપ્પ
દેવગઢબારિયામાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ચાર તાલુકામાં ધોધમાર તેમજ પાંચ તાલુકામાં સામાન્ય વરસાદ.
દાહોદ તા.26
દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજા મહેરબાન થતાં સમગ્ર દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.જિલ્લાના 4 તાલુકાઓમા ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય 5 તાલુકાઓમાં ધીમી અને મધ્યમ ધારે મેઘરાજાએ પધરામણી કરી હતી.
ચોમાસાની શરુઆતથી દાહોદ જિલ્લાથી મેઘરાજા રીસાયા હોય તેમ મન મુકીને વરસ્યા નથી,ત્યારે હવે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છ બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાત તરફ આગળ વધ્યું હોય તેમ લાગી રહ્યુ છે,ગઈકાલે વહેલી સવારથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને દાહોદ જિલ્લામાં સવારથી મધ્યમ ધારે વરસાદી છાંટા પડવાની શરુઆત થઈ હતી, દિવસ દરમિયાન સમગ્ર દાહોદ જિલ્લામા ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે આજરોજ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાઈ ગયો હતો,
પરંતુ ગાજેલા મેઘ જિલ્લાવાસીઓની અપેક્ષા મુજબ વરસ્યા ન હતા, જેનાં પગલે આજરોજ દાહોદ જિલ્લા વરસેલા વરસાદી આંકડા મુજબ ઝાલોદ તાલુકામાં સૌથી વધુ 57 MM વરસાદ વરસ્યો હતો, જ્યારે દેવગઢ બારીઆમા 47 MM વરસાદથી નગરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. નગરના કાપડી સહીતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.જ્યારે લીમખેડા તાલુકામાં 34 MM અને સીંગવડ તાલુકામાં 24 MM, સાથે સાથે દાહોદ તાલુકામાં 31 MM વરસાદ વરસ્યો હતો. જ્યારે સંજેલી તાલુકામા 15 MM વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.દાહોદ જિલ્લામા દિવસ દરમિયાન વરસાદી માહોલ જામેલો રહેવાના કારણે તાપમાનો પારો 25 ડિગ્રી ઉપર પહોંચ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
*ઝાલોદ પંથકમાં ટીટોડી નદી બે કાંઠે, ભોજવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટવાયો..*
ઝાલોદ પંથકમાં આજરોજ મેઘો મન મૂકીને વરસતા દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો.જેનાં પગલે ટીટોડી નદીમાં નવા નીર આવતા નથી બે કાંઠે વહેવા પામી હતી. ઉપરવાસમાં વધુ પાણી આવવાથી કોઝવે ઉપર પાણી ફરી વળતા સંજેલી ઝાલોદ વચ્ચેનો વાહન વ્યવહાર સદંતર બંધ થઈ જવા પામ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમ તેમજ વહીવટી તંત્ર દ્વારા કોથમીર ઉપર સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ
પોલીસ બંદોબસ્ત મૂકી દીધો હતો.