રાજેશ વાસવે :- દાહોદ
દાહોદ એલસીબી પોલીસે દેશી હાથ બનાવટના તમંચા તેમજ જીવતા કારતો સાથે એક વ્યક્તિને ઝડપી જેલભેગો કર્યો..
દાહોદ તા. ૨૫
દાહોદ એલસીબી પોલીસ ગતરોજ દાહોદ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન એલસીબી પીઆઇ ને બાદમી મળી હતી કે એક યુવક દેશી હાથ બનાવટના કટ્ટા તેમજ જીવતા કારસો સાથે રામપુરા માતવા તરફ આવવાનો હોવાની બાકી મળતા એલસીબી પોલીસની ટીમે વોચ ગોઠવી રામપુરા માતવા તરફ જતા નાળા પાસે રાહુલ ચીમનભાઈ બારીયા રહેવાસી રોજમ ઉભડકુઈ ફળિયુ ને ઝડપી તલાસી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટ નો કટ્ટો તેમજ આઠ જેટલા જીવતા કારતુસ મળી આવતા પોલીસે યુવકની ધરપકડ કરી દેશી હાથ બનાવટનો કટ્ટો તેમજ જીવતા કારતુસ જપ્ત કરી ઉપરોક્ત મુદ્દામાલ કોની પાસેથી અને કયા કારણોસર લાવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરવા દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે સુપરત કરતા દાહોદ ગ્રામ્ય પોલીસે ઉપરોક્ત ઈસમ વિરૂદ્ધ આર્મ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.