
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા આરોગ્ય વિભાગ દ્વારા કન્યા શાળાના બાળકોને ચાંદીપુરા રોગ વિશે માર્ગદર્શન આપ્યું.
ગરબાડા તા. ૨૬
દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત એકેડેમિક અધિકારી ડોક્ટર નયન જોશી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અશોક ડાભી ના માર્ગદર્શન હેઠળ ગરબાડા આરોગ્ય વિભાગના ડોક્ટર હરેશ પરમાર અને RBSK ડોક્ટર બિનલ સોલંકી દ્વારા ગરબાડા તાલુકાની કન્યાશાળા ખાતે બાળકોને ચાંદીપુરા રોગ વિશે માહિતી આપી હતી જેમાં CHO, MPHW, આશા વર્કરો ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાડા તાલુકાની કન્યા શાળાની વિદ્યાર્થીઓને આરોગ્ય લક્ષી તપાસ પણ કરવામાં આવી હતી આચાર્ય શિક્ષકો અને બાળકોને પી.પી.ટીના માધ્યમથી ચાંદીપુરા રોગ વિશે સમજણ આપી હતી જેમાં ચાંદીપુરા રોગ સેનાથી ફેલાય છે આને સેન્ડફ્લાય શું છે અને ક્યાં વસવાટ કરે છે અને કઈ રીતે આ ચાંદીપુરા વાયરસ ફેલાય છે અને ચાંદીપુરા રોગના લક્ષણો અને તેના ચિન્હો કયા કયા છે અને ચાંદીપુરા રોગની સારવાર કઈ રીતે કરાવી અને તેનાથી બચવા માટેના ઉપાયો શું છે તેને સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી.