રાજેશ વસાવે :- દાહોદ
ગડોઈ ઘાટીમાં ચોરીના મુદ્દામાલની ભાગબટાઈ માટે ભેગાં થતા LCB ત્રાટકી,5.43 લાખ રીકવર કરાયા.
ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્થિત કોસ્મેટિક કંપનીમાં થયેલ 22 લાખની ઘરફોડ ચોરીમાં ત્રણ આરોપી ઝડપાયા
દાહોદ તા.26
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સ્થિત એક કોસ્મેટિક કંપનીમાં થોડા દિવસ અગાઉ થયેલ 22 લાખની ઘરફોડ ચોરીના બનાવમાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી તેની પાસેથી 5.29 લાખ રૂપિયાની રોકડ રકમ રિક્વર કરી હોવાનુ પોલીસ સૂત્રો દ્વારા જાણવા
મળે છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી જી હાઇઝન્સ પ્રોડક્ટ્સ નામની કોસ્મેટીક કંપનીમાં ગત તારીખ 12.07.2024 ના રોજ અજાણ્યા ધરફોડ તસ્કરો દ્વારા કંપનીમાં દિવાલ કૂદી ખુલ્લા દરવાજા માટે ઉપરના માળે ચડી ઓફિસના ડોરમાંથી 22 લાખ ઉપરાંતની રોકડ રકમ પર હાથફેરો કરી ફરાર થઈ જતા આ મામલે દહેગામ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. આ બનાવમાં આરોપીઓ દાહોદ તાલુકાના ગડોઈઘાટી પાસે ભાગબટાઈ માટે ભેગા થયેલા હોવાની જાણ દાહોદ એલ.સી.બી પોલીસના પીઆઇ સંજય ગામેતીને થતા તેમના નેતૃત્વમાં એલસીબી ની ટીમે દરોડા પાડી નટુભાઈ નબળાભાઈ ચૌહાણ રહેવાસી નાની ખરજ બાંડીખેડા ફળિયું, ભારતાભાઈ નાનીયાભાઈ પલાસ રહેવાસી આમલી ખજુરીયા ખાડા ફળિયું, તેમજ રૂમાલભાઈ કાળીયાભાઈ પલાસ રહેવાસી આંબલી ખજુરીયા, ખાડા ફળિયું, ને ઝડપી તલાસી દરમિયાન ઉપરોક્ત ત્રણેય પાસેથી ભારતીય બનાવટની 1069 ચલણી નોટો મળી કુલ 5.29 લાખનો મુદ્દા માલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.