
રાજેશ વસાવે :- દાહોદ
એસ.આર.પી. એફ. જૂથ-૪, પાવડી દાહોદ ખાતે આયુર્વેદ તથા વ્યસન મુક્તિ કેમ્પ યોજાયો
દાહોદ તા . ૨૪
જુથ – ૪ કેમ્પના ઇન્ચાર્જ સેનાપતિશ્રી જે.ડી.વાઘેલાનાઓની અધ્યક્ષતા હેઠળ કેમ્પમાં જવાનો ના સ્વાસ્થય સારુ રહે તે માટે અંગત રસ લઈ ર્ડા. રવિખત્રી આચાર્યશ્રી ચિત્રોડિયા, તા.ઝાલોદનાઓને બોલાવી તેઓના દ્રારા આયુર્વેદિક તથા વ્યશન મુક્તિ વિષય ઉપર પાવડી, જૂથ-૪, ખાતે તા.૨૪/૭/૨૦૨૪ના રોજ જૂથના અધિકારીશ્રી/ જવાનોના સ્વાસ્થ્ય સબંધિત મહત્વની ઉપયોગીતા થાય તેવી માહિતી પુરી પાડવામાં આવેલ ર્ડા.શ્રીનાઓએ જવાનોના માનસીક, શારીરીક સ્વાસ્થ્ય જળવાઇ રહે અને જીવન જરૂરીયાત માટે આયુર્વેદિક તથા વ્યશન મુક્તિ વિષય ઉપર વક્તવ્ય આપેલ.