રાજેશ વસાવે :- દાહોદ
સુખદ સમાધાન: દાહોદમાં હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોની 14 પૈકી 6 માંગો ઉપર લેખિતમાં બાહેદારી મળતા હડતાલ આટોપાઈ..
પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં ચીફ ઓફિસર, પૂર્વ કારોબારી ચેરમેન તેમજ ઉપપ્રમુખ દ્વારા વાટો ઘાટો પૂર્ણ
દાહોદ તા. ૧૯
દાહોદમાં સફાઈ કામદારોએ પોતાના વિવિધ ૧૪ જેટલી પડતર માંગણીઓ સંદર્ભે આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. અને આજરોજ રાજ્યભરમાંથી સફાઈ કામદારોની હડતાલમાં સમર્થનમાં આવેલા અન્ય હોદ્દેદારોએ દાહોદ નગરપાલિકાની બહાર ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખ વિરોધ સુત્રોચાર કર્યા હતા
તેમજ હાય હાય હાયના નારા પોકાર્યા હતા. ત્યારબાદ પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા પૂર્વ કારોબારી ચેરમેન લખન રાજગોર તેમજ ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ દ્વારા સફાઈ કામદારો સાથે વાટોઘાટો શરૂ કરતા કલાકોની ચર્ચાઓ બાદ 14 પૈકી 6 જેટલી માંગો નગરપાલિકા લેવલે તેમજ બોડીમાં લઈ કોણ કરવાની લેખિતમાં બાહેધારી આપતા સફાઈ કામદારો સંમત થયા હતા અને એકબીજાને મો મીઠું કરાવી હસતા મોઢે બહાર આવતા અચોક્કસ મુદ્દતની હડતાલનો સુખદ સમાધાન થતાં સફાઈ કામદારો પરત કામ ઉપર ફર્યા હતા.
નગરપાલિકા તંત્ર તેમજ સફાઈ કામદારો વચ્ચે થયેલી સમજૂતી મુજબ દાહોદ નગરપાલિકાના મંજુર થયેલ સફાઈ કામદારના મહેકમ પૈકીની ખાલી જગ્યા ઉપર ભરતી પ્રક્રીયા કરવા મંજુરી અર્થે ટુંક સમયમાં દરખાસ્ત કરવા બાબતે,કાયમી કર્મચારીશ્રીઓને સરકારશ્રીના નીયમોનુસારની સ્ટીકરની કામગીરી સરકારશ્રીમાં સાદર કરી કામગીરી થયેથી ઝડપથી પુર્ણ કરવા બાબતે,જે કોઈ કર્મચારીશ્રીઓના બાકી ગ્રેજયુએટી ક્રમાનુસાર સત્વરે ચુકવવામાં આવશે,રોજમદાર કર્મચારીશ્રીઓને લધુતમ વેતન અધિનિયમ લેબલ કોર્ટના વખતોવખત પ્રર્વતમાન દરશે મુજબ ચુકવવામાં આવે છે. તેમજ આગામી સમયમાં પ્રર્વતમાન દરોમાં વધારો હશે તો આગામી સામાન્ય સભામાં મંજુર કરી ચુકવણું કરવામાં આવશે સાથે સાથે દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગ માં ફરજ બજાવતા તમામ સફાઈ કર્મચારીઓના દર મારો પગાર નિયમિત ચુકવવામાં આવે છે.
દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગ માં ફરજ બજાવતા કાયમી કર્મચારીશ્રીઓ ના ફરજ દરમ્યાન મૃત્યુ થયેલ સંજોગોમાં તેમના આશ્રિતને સરકારશ્રીના પરિપત્રો ને ધ્યાને લઈ રહેમરાહે નિમણુંક આપવા કાર્યવાહી કરવામાં આવશે આ તમામ છ બાબતો ઉપર નગરપાલિકા તંત્ર દ્વારા લેખિતમાં બાહેધારી આપતા સફાઈ કામદારો પરત ફર્યા હતાં.