રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ઓવરબ્રિજ પર તાજીયાના જુલુસ દરમિયાન 5 બાળકોને લાગ્યો વીજ કરંટ, તમામનો આબાદ બચાવ..
દાહોદ તા.18
દાહોદમાં તાજીયાના જુલુસ ટાણે રેલવે ઓવરબ્રિજ પાસેથી પસાર થતી એમજીવીસીએલના લાઈન ઉપર પાલિકા દ્વારા ઉતરાયણ દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ બાંધવામાં આવેલો તાર તૂટીને લાઈન ઉપર પડ્યા બાદ વિચ કરંટ અર્થિંગ થઈ રેલવે ઓવરબ્રિજની રેલી ઉપર આવતા જુલુસમાં આવેલા પાંચ જેટલા બાળકોએ રેલિંગને સ્પર્શ કર્તા ઉપરોક્ત પાંચેય બાળકોને વિજ કરંટ લાગ્યો હતો જોકે સદ્નસીબે ઉપરોક્ત પાંચે બાળકોનું બચાવ થયો હતો. બનાવની જાણ એમજીવીસીએલ તેમજ સ્થાનિક કોર્પોરેટર ને કરવામાં આવતા એમજીવીસીએલની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી તૂટેલા તારને MGVCl ની પસાર થતી લાઈન ઉપરથી દૂર કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ અગાઉ ગોદીરોડ ખાતેથી નીકળેલો તાજીયાનો જુલુસ રેલવે ઓવર બ્રિજ પાસે પહોંચ્યો હતો. તે દરમિયાન પાલિકા દ્વારા ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ ના દોરાથી કોઈનું ગળું ન કપાઈ જાય તે માટે વિચ પોલ સાથે બાંધવામાં આવેલો તાર ઓચિંતો તૂટીને નીચેથી પસાર થતી MGVCL ની લાઈન પર અડતા તાર જોડે વીજ કરંટ રેલવે ઓવરબ્રિજની રેલિંગ પર ફેલાતા આ દરમીયાન તાજીયા નું જુલુસ જોવા આવેલા પાંચ બાળકો એક પછી એક રેલિંગ પાસે ઊભા રહેતા તેઓને વિજ કરંટ લાગ્યો હતો. આ દરમિયાન તાજીયાના જુલૂસમાં નાચી રહેલા અન્ય લોકોએ આ પાંચેય બાળકોને બચાવી લેતા સદનસીબે કોઈ જાનહાની બની નહોતી. જે બાદ બનાવ અંગેની જાણ સ્થાનિક કોર્પોરેટર લખન રાજગોર તેમજ એમજીવીસીએલ ને કરવામાં આવતા બંને ઉપરોક્ત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તાત્કાલિક અસરથી એમજીવીસીએલના લાઈન પર પડેલો તૂટેલો વાયર દૂર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન એમજીવીસીએલના વીજપોલ તેમજ ટ્રાન્સમીટર પાસે આર્થિગની સાથે કોઈક વાર વીજ કરંટ વીજ પોલમાં ઉતારતો હોય છે. આવા સમયે એમજીવીસીએલ ની લાઈન તેમજ વીજપોલથી દૂર રહેવો જ હિતાવહ છે.