
મહેન્દ્ર ચારેલ :- દાહોદ
પ્રેમ સબંધનો કરુણ અંજામ,અન્ય જોડે સગપણ (આણું) કરી દેવાતા યુવતીએ પ્રેમી જોડે મોત વ્હાલુ કર્યું.
સંજેલીના ચિબોટા નદી પાસે ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ પ્રેમી પંખીડાનું આપઘાત..
દાહોદ તા. ૧૯
આઘુનિક યુગમાં OTT પર આવતી વેબ સિરિઝોની અસર માત્ર શહેરી વિસ્તારમાં જ નહીં પરંતુ આંતરીયાલ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને યુવાનોમાં જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ફુલેલા ફાલેલા પ્રેમ પ્રકરણોના કરુણ અંજામ આપતા બનાવોમાં ખાસો વધારો થયો છે. તેમાંય સ્વછંદી બનેલા યુવાન યુવતીઓ પોતાનું ધાર્યું કરવા માટે જિંદગી ગુમાવી રહ્યા છે. પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપતો એક વધૂ બનાવ આજે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીઆ ગામના ચિબોટા નદી પાસે બનવા પામ્યું છે જેમાં સિંગવડ તાલુકાના ચકાચકપુર ગામના એક જ ફળિયામાં રહેતા વચ્ચે પ્રેમ પાંગરતા એકબીજાને જીવા મરવાનો કોલ આપી બેઠેલા પ્રેમી પંખીડા વચ્ચે સમાજ અને પરિવારજનો આવી જતા બંનેને જુદા પાડી અઢી માસ પૂર્વે યુવતીને અને યુવક સાથે સગપણ આણું કરી સુરત ખાતે મોકલી દેવાઈ હતી. જે બાદ ગઈકાલે સુરત ખાતેથી ભાગી આવેલી યુવતીએ તેના પ્રેમી જોડે ચીબોટા નદી પાસે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડ તાલુકાના ચાચકપુર ગામની કિંજલબેન બચુભાઈ વસૈયા તેમના જ ગામના ગોવિંદ પર્વતભાઈ વોહનીયા જોડે આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો. એકબીજાને જીવા મરવાના કોલ આપી બેઠેલા બંને પ્રેમી પંખીડા વચ્ચે સમાજ અને ગામ આવી જતા બંને પ્રેમી પંખીડાને જુદા પાડી ઉપરોક્ત કિંજલબેન ને અઢી માસ પૂર્વે ઝાલોદ તાલુકાના કદવાલ ગામના સંજય રસુભાઈ સંગાડા જોડે સગપણ (આણું) કરી સુરત મજુરી અર્થે મોકલી દેવામાં આવી હતી. એકબીજાથી જુદા પડેલા બંને પ્રેમી પંખીડા એક નહીં થાય અને આ સમાજ આ પરિવારજનો બંનેની લાગણીઓને ન સમજે એટલે હવે આપણે આફાની દુનિયાને અલવિદા કહી નાખી તેવું એકબીજાને કોલ આપી બેઠેલા ઉપરોક્ત કિંજલ ગઈકાલે સુરત મુકામેથી ભાગી આવી ગોવિંદ મોહનીયા પાસે આવી ગઈ હતી ઉપરોક્ત બંને જણા રાત્રે કોઈ સમયે સંજેલી તાલુકાના ચમારીયા ગામ પાસેથી પસાર થતી સીબોટા નદી પાસે આવેલા ઝાડ ઉપર કિંજલબેન ની સાડી વડે બંને પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોએ સંજેલી પોલીસને જાણ કરતા સંજેલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બંને જણાની લટકતી લાશ પાસે એક થેલીમાં કપડાં અને એસટી બસ ની ટિકિટ મળી આવી હતી. ઉપરોક્ત બંનેની શોધખોળ હાથ ધરાતા બંને જણા સિંગવડ તાલુકાના ચાચકપુર ગામના હોવાનું સામે આવતા પોલીસે પરિવારજનોને જાણ કરતા બંને પ્રેમી પંખીડાના પરિવારજનો પણ ઘટના દોડી આવ્યા હતા. પોલીસે ઉપરોક્ત બંનેની લાશને પંચનામુ કરી ઝાડ પરથી ઉતારી પીએમ અર્થે નજીકના રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી ઉપરોક્ત બનાવવામાં કાયદેસરનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.