સિંગવડ ના પીપળીયા ગામે સ્ટેટ હાઇવેના રસ્તા પર ઘટાદાર વૃક્ષ પડી જતા વાહન વ્યવહાર ખોરવાયો…
સીંગવડ તા. ૧૭
સિંગવડ તાલુકાના પીપળીયા ગામે સ્ટેટ હાઇવે ના રસ્તા પર ઘટાદાર વૃક્ષ રોડ પર પડી જતા આ રસ્તા પરના વાહન વ્યવહાર થોડો સમય બંધ રહેવા પામ્યું હતું જ્યારે કોઈ પણ સરકારી તંત્ર દ્વારા ધ્યાન નહીં આપતા ત્યાંના સ્થાનિક લોકો દ્વારા આ ઘટાદાર વૃક્ષને કાપવામાં આવ્યું હતું અને વાહન વ્યવહારને ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે આવા ઘણા ઘટાદાર વૃક્ષો સુકાઈ ગયેલા અને નમી ગયેલા વૃક્ષોને સરકારી તંત્ર દ્વારા સમયસર તેને કાપીને સરકારમાં જમા કરી દેવામાં આવે તો આવા ઓચિંતા વૃક્ષો રોડ પર પડીને દુર્ઘટના સરજી શકે તેમ છે જ્યારે આ ઝાડ પડવાથી સરકારી બસ આવતી હતી તેમાં બેઠેલા પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો જ્યારે આ ચોમાસાની ઋતુમાં અવારનવાર આવા ઘટાદાર વૃક્ષો પડતા હોય છે પરંતુ સરકારી તંત્ર દ્વારા તેને ધ્યાનમાં લઈને તેને સમયસર કપાડી નાખવામાં આવે તો કોઈપણ દુર્ઘટના થતી અટકી શકે તેમ છે જ્યારે આ સ્ટેટ હાઇવે નો રસ્તો છે તે 24 કલાક ચાલતું હોવાના લીધે અહીંયા થી વાહન વ્યવહાર ખૂબ જ જતા આવતા હોય છે પરંતુ આ વૃક્ષ પડ્યો ત્યારે કોઈ જાનહાનિ નહીં થઈ અને લોકોના આબાદ બચાવ થયો હતો.