
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ:વાસનામાં કામાંધ બનેલા યુવકની શર્મનાક કરતુત..પરણિત મહિલાને બળજબરીથી પ્રેમ સબંધ રાખવા દબાણ કરી ફોટો-વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની આપી ધાકધમકી
પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા..
દાહોદ તા.૨૮
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે એક ઈસમે એક પરણિત મહિલાને મોબાઈલ ફોન ઉપર ધાકધમકી આપી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી તેણીના ફોટા અને વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ કરી દેવાની ધમકીઓ આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
ગત તા.૨૭મી નવેમ્બરના રોજ દાહોદ તાલુકામાં તાલુકામાં રહેતી એક ૩૧ વર્ષીય પરણિતાના મોબાઈલ ફોન ઉપર દાહોદ તાલુકાના રળીયાતી ગામે રહેતો અને મુળ ગરબાડા તાલુકાના નળળાઈ ગામે રહેતો જશવંતભાઈ બચુભાઈ નળવાયાએ પરણિતાના મોબાઈલ ફોન ઉપર ફોન કરી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું મારા જાેડે પ્રેમ સંબંધ ના રાખે તો તું ક્યાંક જઈને મરી જા અને હું તારા ફોટા અને વિડીયો વાઈરલ કરી દઈશ, તારી ઈજ્જત જાય તેમ કરીશ, તેમ કહી વોટ્સએપમાં પ્રેમ સંબંધ રાખવા બિભત્સ માંગણીઓ કરી મેસેજાે કર્યાં હતાં.
આ સંબંધે પરણિત મહિલા દ્વારા જશવંતભાઈ બચુભાઈ નળવાયા વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————–