સિંગવડ તાલુકાના રણધીપુર ગામે કલેકટર યોગેશ નીરગુડેના અધ્યક્ષ સ્થાને રાત્રી ગ્રામસભા યોજાઈ..
સીંગવડ તા. ૧૨
સિંગવડ તાલુકાના રણધીપુર ગ્રામ પંચાયત ખાતે દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે ના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજવામાં આવી જેમાં લીમખેડા પ્રાંત અધિકારી સિંગવડ તાલુકા વિકાસ અધિકારી સિંગવડ મામલતદાર રણધીપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ રેન્જ ફોરેસ્ટ આર એફ ઓ જીઇબી ખાતાના અધિકારી ટી.પી.ઓ આરોગ્ય વિભાગ તાલુકા હેલ્થ ઓફિસર આર એન બી શાખાના અધિકારી તથા તમામ સરકારી સ્ટાફ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી રણધીપુર ડેપ્યુટી સરપંચ તલાટી કમ મંત્રી રણધીપુર ગામના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે કલેક્ટર યોગેશ નીરગુડે દ્વારા દીપ્રગટાવીને કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો જ્યારે કલેક્ટર દ્વારા રાત્રી ગ્રામસભામાં જે પણ ગ્રામજનોને સમસ્યા હોય તેને જણાવો કહ્યું હતું જ્યારે કલેક્ટર દ્વારા જણાવ્યું કે અરજદારો સરકારી ઓફિસોમાં જાય છે પણ તેમના કામ ના થતા હોય અને એમની કોઈ સુનવાઈ નહીં થતી હોય તેના લીધે સરકાર દ્વારા આવી રાત્રિ સભાનું આયોજન કરીને તેમાં અરજદારોની જે પણ સમસ્યા હોય તેનું નિરાકરણ કરવામાં આવતું હોય છે જ્યારે રણધીપુર રાત્રિ ગ્રામ સભામાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ખેડૂતોની ખેતીને ભૂંડો નો ત્રાસ હોવાથી તાર ફેન્સીંગની વાડ તેમજ નલ સે જલ માં કનેક્શન અપાયા પરંતુ તેમાં પાણી નથી આવતું અને જે રસ્તાઓ ત્રણ વર્ષથી બંધ હાલતમાં પડ્યા છે તેને ડામર કરીને ચાલુ કરવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી જ્યારે બીજા અરજદારો દ્વારા જે સરકારી એક્સપ્રેસ બસો રણધીપુર નું બોર્ડ મારવામાં આવે છે પણ તે સિંગવડમાં ઉતારી દેવામાં આવે છે જ્યારે રણધીપુર ના પેસેન્જર ને મેથાણ ઘાટી ના વધારે પડતા ભાડાના પૈસા લઈને તેમને જે તે ગામના પાટીયા પર ઉતારી દેવામાં આવતા હોય છે માટે જો આ રંધીપુર નું બોર્ડ માર્યું હોય તો રણધીપુર માં જ બસ ઉભી રખાવીને ત્યાંના જ પૈસા લેવામાં આવે અને સિંગવડ ના નામનું કોઈ પણ બસમાં બોર્ડ નહીં આવતા તે પણ એક મુદ્દો બનવા પામ્યો હતો જ્યારે ગ્રામજનો દ્વારા ઘણા વર્ષોથી પ્રધાનમંત્રી આવાસ ના લાભ મળ્યો નથી તેના માટે સરકાર દ્વારા ઇ પોર્ટલ ખોલીને નવા નામ ઉમેરવામાં આવે તો લોકો ને આવાસ નો લાભ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી હતી જ્યારે અરજદાર દ્વારા વર્ગ પ્રાથમિક શાળા માં આચાર્યો તથા શિક્ષકો ટાઈમ થી નહીં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને કલેક્ટર દ્વારા ટીપીઓ ને આ મુદ્દે ધ્યાન દોરવા જણાવ્યું હતું જ્યારે રણધીપુર ગ્રામ પંચાયત માં કોઈ અરજદાર દ્વારા જાહેર માહિતી અધિકારમાં છ મહિનાથી જે સરકારી કામો થયેલા છે તેની માહિતી ગ્રામ પંચાયત તરફથી આપવામાં નહી આવતા તેની પણ રજૂઆત કરવામાં આવી હતી જ્યારે કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા આ બધી રજૂઆતો નું સંતોષકારક ઉકેલ લાવવામા આવશે તેમ જણાવ્યું હતું ત્યાર પછી રાત્રિ સભાનું સમાપન થયું હતું.