
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયત ની સામાન્ય સભા યોજાઈ.
નલ સે જલ યોજનાના કામગીરી પર તમામ સભ્યોએ ઉઠાવ્યા સવાલ..
ગરબાડા તા. ૧૨
ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી જે સામાન્ય સભામાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર પ્રમુખ લલ્લુભાઈ જાદવ સંદીપભાઈ વહોનીયા સહિત તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના સભ્યો દ્વારા તેઓના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નરેગા યોજના અંતર્ગત કામના બદલામાં પૈસા ઉઘરાવવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ શિક્ષણમાં ઓરડાની ઘટ અને મંજૂર ઓરડાના કામો પૂર્ણ નથી થતા તે માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી.જેમાં માતવાના તાલુકા સભ્ય તેમજ જેસાવાડા ના તાલુકા સભ્ય દ્વારા માતવા વડવા કોતરનું અધૂરાં કડવા કોતર બ્રિજનું કામ પૂર્ણ કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં આર.એન.બી વિભાગ દ્વારા જણાવ્યું કે બન્ને કામના ઈજારેદારો કામ છોડીને ને જતાં રહેતાં એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. તેમજ જેસાવાડા થી ગરબાડા તાલુકા મથક સુધી બસ સેવા ચાલુ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી આ સમગ્ર સભા દરમિયાન એક મુદ્દાએ તમામ અધિકારીઓ ધારાસભ્ય અને પ્રમુખનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં ગરબાડા તાલુકામાં જે નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે જે અધુરી અને હલકી ગુણવત્તાવાળી નાખવામાં આવી તેવા તમામ સભ્યો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને નળ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે તે અમુક વિસ્તારોમાં જોવા પણ મળતી નથી અને જ્યાં પાણીની પાઇપલાઇન નાખી છે ત્યાં વારંવાર ભંગાણ સર્જાય છે. એજન્સી દ્વારા પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે આડેધડ કનેક્શન આપી દેવામાં આવ્યા છે જેના કારણે છેવાડાના માનવીને પાણીની સુવિધા મળી નથી આ બાબતે ધારાસભ્ય તેમજ પ્રમુખ દ્વારા પણ ટકોર કરવામાં આવી હતી અને સ્થાનિક તાલુકા સભ્યોને સાથે રાખીને તેનું નિરીક્ષણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. વધુમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ સભ્યોને જણાવ્યું હતું કે વર્ષ 21/22/ 23 ના મંજુર થયેલા કામો તારીખ 15 જુલાઈ સુધી પૂર્ણ કરી દેવા સૂચન કર્યું હતું.
નલ સે જળ યોજનાના કામગીરી પર તમમાં સભ્યોએ ઉઠાવ્યા સવાલ.
આજે તારીખ 11 જુલાઈના રોજ બપોરના 12:00 કલાકે ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી જે સામાન્ય સભામાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર પ્રમુખ લલુભાઈ જાદવ અને સંદીપભાઈ તેમજ વિનોદભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના સભ્યો દ્વારા તેઓના પડતા પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં નરેગા યોજના અંતર્ગત કામના બદલામાં પૈસા ઉઘરાવવામાં આવે છે તેવા તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ શિક્ષણમાં ઓરડાની ઘટ અને મંજૂર ઓરડાના કામો પૂર્ણ નથી થતા તે માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં માતવાના તાલુકા સભ્ય તેમજ જેસાવાડા ના તાલુકા સભ્ય દ્વારા માતવા વડવા કોતરનું અધૂરા બીજ નું કામ પૂર્ણ કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં આર.એન.બી વિભાગ દ્વારા જણાવવામાં આવે તો કે જે વડવા કોતર નું કામ એજન્સીને આપવામાં આવ્યો હતો તે એજન્સી દ્વારા અધૂરું મૂકીને ચાલી ગઈ છે જે એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે તેમજ જેસાવાડા થી ગરબાડા તાલુકા મથક સુધી બસ સેવા ચાલુ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી આ સમગ્ર સભા દરમિયાન એક મુદ્દાએ તમામ અધિકારીઓ ધારાસભ્ય અને પ્રમુખનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં ગરબાડા તાલુકામાં જે નલ સેજલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે તે ઑન પેપર ઉપર બતાડી દેવામાં આવી છે પરંતુ તે ઘટના સ્થળે નાખવામાં આવી નથી તેવી તમામ સભ્યો દ્વારા આક્ષેપો કરવામાં આવી હતી. જેમાં સભ્યો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે નળ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે તે અમુક વિસ્તારોમાં જોવા પણ મળતી નથી અને જ્યાં પાણીની પાઇપલાઇન નાખી છે ત્યાં વારંવાર ભંગાર સર્જાય છે અને મળશે જળ યોજના પાઇપલાઇન માં જે લોકોને જરૂરિયાત છે તેવા લોકોને પાણી પણ મળ્યો નથી નડશે જળ યોજના નાખવાની એજન્સી દ્વારા પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે આડેધડ કનેક્શન આપી દેવામાં આવ્યા છે જેના કારણે છેવાડાના માનવીને પાણીની સુવિધા મળી નથી આ બાબતે ધારાસભ્ય તેમજ પ્રમુખ દ્વારા પણ ટકોર કરવામાં આવી હતી અને સ્થાનિક તાલુકા સભ્યોને સાથે રાખીને તેનું નિરીક્ષણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. વધુમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ સભ્યોને જણાવ્યું હતું કે વર્ષ 21/22/ 23 ના મંજુર થયેલા કામો તારીખ 15 જુલાઈ સુધી પૂર્ણ કરી દેવા સૂચન કર્યું હતું.