બાબુ સોલંકી :- સુખસર
શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પેથાપુર ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી
પેથાપુર શાળાના શૈક્ષણિક સ્ટાફ દ્વારા મત ગણતરી કરી વિજેતા ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા
સુખસર,તા.10
દર વર્ષની જેમ ચાલુ વર્ષે શ્રી માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પેથાપુર ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ જે- તે હોદ્દા માટે ઉમેદવારી નોંધાવી હતી.જેમાં પ્રચાર સભા બાદ લોકશાહી ઢબે જુદા-જુદા હોદ્દા મુજબ પ્રમુખ અધિકારી,પોલિંગ ઓફિસર વગેરે વિદ્યાર્થીઓની નિમણુક કરીને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અને ગુપ્ત રીતે મતદાન કર્યું હતું.ત્યાર બાદ શાળાના શૈક્ષિણક સ્ટાફ દ્વારા મત ગણતરી કરીને વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં પ્રમુખ તરીકે સાહિલ ગરાસિયા,મંત્રી – અક્ષત ડામોર,પ્રાથૅના મંત્રી દક્ષા ડામોર,રમત ગમત મંત્રી જીજ્ઞા ડામોર અને સફાઇ મંત્રી કોમલ,પ્રવાસ પર્યટન મંત્રી રાજવીરને વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.અંતે સૌ વિજેતા ઉમેદવારોને ફૂલહાર પેહરાવી ને ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો.જેમાં શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ સૌ વિદ્યાર્થીમિત્રો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.જયંત પરમાર,કિશોર પ્રજાપતિ,રિતેશ ગજ્જર,હસમુખ પંચાલ અને મહેશ તાવિયાડ દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા તમામ ઉમેદવારોને શાળાના આચાર્ય ચેતન પ્રજાપતિએ શુભેરછાઓ પાઠવી હતી. પેથાપુર શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં લોકશાહી ઢબે પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી.