રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં મેઘાને મનાવવા અને વર્ષ કેવું જશે તે જાણવા ગુંદર કાઢવાની પ્રથા આજે પણ યથાવત.
ગરબાડા તા. ૯
ગરબાડા પંથકમાં હજારો વર્ષો પહેલા દુષ્કાળની સ્થિતિ તથા બિમારીને નાથવા માટે ઢોરઢાંખર કરને મરતા બચાવવા માટે વડવાઓએ જે તે સમયે બાબા ઘોડા દેવ ગોરીયા દેવ અને ઓવન માતાનું આહવાન કરી ગુંદરૂ બેસાડવાની પ્રથા ચાલુ કરી હતી અને તેમાં તેઓને સફળતા મળી હતી . આ વિધિમાં બડવાને પવન આવતા ગામનો પટેલ વરસાદ કેવો રહેશે ગામની જાહેર સુખાકારી કેવી રહેશે તે બાબતની ભાળ મેળવે છે જે પરંપરા અને પ્રથા ગરબાડા પંથકમાં આજે પણ યથાવત જોવા મળે છે . સામાન્ય રીતે ગુંદરૂ અષાઢ મહિનામાં તાલુકાના દરેક ગામમાં પોત પોતાની સુવિધા અનુસાર કાઢવામાં આવે છે ગરબાડામાં પણ નિયત કરેલી જગ્યા ઉપર ગુંદરૂ કાઢવાના આગલા દિવસે ના રાત્રીના સમયે ગામનો બડવો પુંજારો, ગામના પટેલ તથા સમાજના લોકોએકત્રિત થયા હતા. અને ઢાંક અને વાંસના કામડાના સંગીત ઉપર બાબાદેવ અને ઓવન માતાના આખી રાત ગાયણા ગાવામાં આવ્યા હતા. જેમાં સવારના સમયે બડવાને પવન . આવતા ગામના પટેલ દ્વારા વરસાદ કેવો રહેશે ? ગામની સ્થિતિ કઇ રીતની રહેશે વર્ષ કેવું જશે ? તે સિવાય પણ અનેક પ્રશ્નોની પૂછપરછ કરવામાં આવી હતી ગુંદરા ના ખર્ચ માટે ગામમાં દરેક સમાજના લોકો સહકાર આપે છે . અને જે દિવસે ગુંદર હોય તે દિવસે ઘરમાં કોઈ કચરો નથી નીકળતો કે ચુલો નથી સળગાવાતો પાણી નથી ભરાતું અને હળ પણ નથી જોતરાતું . હાલમાં તાલુકાના ઘણાખરા ગામોમાં ગુંદરૂ નીકળી ચુકયું છે . જ્યારે ઘણા ખરા ગામોમાં ગુંદરૂ કાઢવા ની તૈયારીઓ પણ ચાલી રહી છે અમુક લોકો આ વિધિનાળિયેર વધેરીને પણ કરે છે જ્યારે અમુક લોકો પશુ બલિ આપીને પણ આ વિધિ કરે છે