
જગતના તાત જગન્નાથ ઝાલોદમાં નગરચર્યાએ નીકળ્યા: ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું
શ્રી અગ્રવાલ ગીતા મંદિર, ઝાલોદ ખાતે ભગવાન જગન્નાથજી વિસામા માટે પધારતા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શિતલકુમારી વાઘેલા એ સહપરિવાર ભગવાનનું મામેરું ભર્યું
ઝાલોદ તા. ૭
ઝાલોદ નગરની આજરોજ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા ભવ્યાતિભવ્ય નગરમાં યોજાઈ. રાધા કૃષ્ણ મંદિરેથી વાજતે ગાજતે , ઢોલ નગારા તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાડતા ઉડાડતા ભગવાન જગન્નાથને મુવાડા રણછોડરાય મંદિરએ લવાયા ત્યાં ભગવાનને ધાર્મિક વિધિવિધાનથી પૂજા કરવામાં આવી.
ત્યારબાદ રણછોડરાય મંદિરેથી ભગવાન જગન્નાથજી ની રથયાત્રાનું પ્રસ્થાન પરંપરા મુજબ ચાંદીના ઝાડું વડે ધાર્મિક ભક્તો, મહંતોની સાથે પાણીથી સાફસફાઇ કરતા જય જગન્નાથના નારા સાથે રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યું. રથયાત્રાનું ઠેર ઠેર દરેક જગ્યાએ ફૂલો તેમજ ગુલાલથી સ્વાગત કરવામાં આવ્યું.ભાવિક ભક્તો દ્વારા છાશ, પાણી, જાંબુ, મગ,ચા,નાસ્તા,શરબત સાથે ભક્તોની સેવા કરવામાં આવી.
દાહોદ ખાતે પણ પહિંદ વિધિ માં ઉપસ્થિત રહી રથયાત્રા ને પ્રસ્થાન કરાવી..અને ઝાલોદ ના લીમડી ખાતે પણ રથયાત્રામાં ઉપસ્થિત રહી સૌના સુખ શાંતિ અને સર્વાંગી વિકાસની મંગળ કામના કરી.