Saturday, 20/07/2024
Dark Mode

દાહોદમા 17 મી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે યોજાઈ.. સાંસદ તેમજ રાજયકક્ષાના મંત્રી તથા વિશાળ જનમેદની વચ્ચે પહિંદવિધિ બાદ રથયાત્રા યોજાઈ.

July 7, 2024
        852
દાહોદમા 17 મી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે યોજાઈ..  સાંસદ તેમજ રાજયકક્ષાના મંત્રી તથા વિશાળ જનમેદની વચ્ચે પહિંદવિધિ બાદ રથયાત્રા યોજાઈ.

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમા 17 મી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે યોજાઈ..

સાંસદ તેમજ રાજયકક્ષાના મંત્રી તથા વિશાળ જનમેદની વચ્ચે પહિંદવિધિ બાદ રથયાત્રા યોજાઈ.

રથયાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની વચ્ચે વિવિઘ 26 જેટલી ઝાંખીઓ તેમજ અખાડાઓના હેરતઅંગેજ કરતબોએ ભારે આકર્ષણ જમાવ્યું..

દાહોદ તા.07

દાહોદમા 17 મી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે યોજાઈ.. સાંસદ તેમજ રાજયકક્ષાના મંત્રી તથા વિશાળ જનમેદની વચ્ચે પહિંદવિધિ બાદ રથયાત્રા યોજાઈ.

દાહોદમાં અષાઢી બીજના દિવસે 17 મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં ભારે વિશાળ જનમેદની વચ્ચે નીકળી હતી જેમાં વિવિધ 26 જેટલી ઝાંખીઓ તેમજ અખાડાઓના હેરતઅંગેજ કરતબોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સવારે 7:00 વાગે વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, સહિતના ભાજપના પદાધિકારીઓ તેમજ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા,ડીવાયએસપી જગદીશ ભંડારી તથા મોટી સંખ્યામાં ભેગા થયેલા શ્રદ્ધાળુઓ દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાન મુજબ પહિંદવિધિ કર્યા બાદ રથયાત્રાના નિર્ધારિત કરેલા રૂટ પર ભારે ધામધૂમ વચ્ચે યોજાઈ હતી.જેમાં શહેરના માર્કેટ યાર્ડ, પડાવ ચોક, નેતાજી બજાર,દોલતગંજ બજાર થઈ સોનીવાડ ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિર પર મોસાળ ખાતે વિસામો લીધો હતો. જેમાં બપોરે આરતી અને ભોજન પ્રસાદી બાદ રથયાત્રા નિર્ધારીત કરેલાં રૂટ મંડાવ ચોકડી, ગોવિંદ નગર,માણેકચોક, તળાવ ચોક, એમજી રોડ નગરપાલિકા, નેતાજી બજાર થઈ પુનઃ નિજ મંદિર પહોંચી હતી. જે બાદ શાસ્ત્રોકત પૂજા અર્ચના બાદ રથયાત્રા પૂર્ણ થઈ હતી. સમગ્ર રથયાત્રા દરમિયાન સેવાભાવી ભક્તો દ્વારા ઠેર ઠેર ખાણીપીળીના સ્ટોલ, ઉભા કરવામાં આવ્યા હતા. આ વખતે 17 મી રથયાત્રામાં જુદા જુદા 26 જેટલા ટેબલો તેમજ ઝાંખીઓએ સો કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

દાહોદમા 17 મી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે યોજાઈ.. સાંસદ તેમજ રાજયકક્ષાના મંત્રી તથા વિશાળ જનમેદની વચ્ચે પહિંદવિધિ બાદ રથયાત્રા યોજાઈ.

સાથે સાથે પરંપરાગત આદિવાસી,રાજસ્થાની નૃત્ય કરનાર મંડળીએ સો કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તો બીજી તરફ અખાડા તેમજ કરાટેના હેરત અંગેજ કરતા કરતબોએ સો કોઈના શ્વાસ ખંબાવી દીધા હતા. એટલું જ નહીં આજના આધુનિક જમાનામાં સંગીતની મધુર સુરાવલી વિસરાતી જઈ રહી છે તેવા સમયે એક તરફ શહેનાઈની મધુર સુરાવલી તેમજ ડીજે ના કર્કશ અવાજ વચ્ચે નગરવાસીઓ નાચતા ઝુંમતા જોવા મળ્યા હતા. તો કષ્ટભંજન દેવ સાળંગપુર, ગરુડ પર વિરાજમાન શ્રી હરીની અદભુત ઝાંખી અલગ જ દેખાઈ આવે તેમ હતી. તો બીજી તરફ એક તરફ સિમેન્ટ કોંક્રેટના જંગલો વધતાં વનરાજી વિનાસ તરફ આગળ વધી રહી છે. જેના પગલે પર્યાવરણમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે ત્યારે રથયાત્રામાં પર્યાવરણ બચાવો ની થીમ પર તૈયાર કરાયેલા વિશેસ ટેબલો પણ પર્યાવરણ બચાવવા માટે દાહોદવાસીઓને સંદેશ આપી રહ્યો હતો.સાથે સાથે રથયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમ જ રથયાત્રા દર વખતની જેમ આ વખતે પણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસવાળા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નિર્દેશનમાં ડીવાયએસપી જગદીશ ભંડારી તેમજ દાહોદની પોલીસ ટીમ દ્વારા પેલા કેટલાક દિવસથી તેમજ ફૂટ પેટ્રોલિંગની મહેનતના પરિણામ સ્વરૂપ યાત્રા દરમિયાન વ્યવસ્થા સુપેરે પૂરી થઈ હતી. રથયાત્રા દરમિયાન દાહોદ પોલીસ તેમજ સ્વયંસેવકોની ઉત્કૃષ્ટ કામગીરી આંખે ઉડીને વળગે તેવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!