રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ ખાતે અનુસુચિત જાતિ સમાજના 105 જેટલા તેજસ્વી તારલાના સન્માનનો અદભુત કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લામાં અનુસૂચિત જાતિના ધોરણ 10 તથા ધોરણ 12 માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
સુખસર,તા.6
આજરોજ તારીખ 6/7/ 2024 ના રોજ દાહોદ રેડક્રોસ ભવન ખાતે દાહોદ જિલ્લા અનુસુચિત જાતિ કેળવણી મંડળ ધ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં કરવામાં આવ્યું હતું.જેમા જિલ્લા ક્ષય રોગ અધિકારી ડૉ. રમેશભાઈ પહાડિયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
અને દાહોદના મામલતદાર મનોજભાઈ મિશ્રા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી અનુસૂચિત જાતિ સમાજના ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલા (વિધાથીૅઓનો) ઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં 105 જેટલા વિદ્યાર્થીઓનું શીલ્ડ,પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.ડો. મધુકર વાઘે ધોરણ 10 ,12 અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવનાર વિધાથીૅ ઓને રોકડ પુરસ્કાર આપ્યો હતો.અને સ્વાગત પ્રવચન અનુસૂચિત જાતિ કેળવણી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકાએ કર્યું હતું.તેમણે સંસ્થાની પ્રવૃત્તિઓની સમજ આપી હતી.અને ડૉ.બાબાસાહેબ આંબેડકર જીના આદર્શો જીવનમાં ઉતારવા માટે અપીલ કરી હતી.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 9 વિદ્યાર્થીઓ જેમાં પ્રથમ ચાવડા આયુષી દિનેશભાઈ જેના 83.53% તેમજ સામાન્ય પ્રવાહમાં 38 વિદ્યાર્થીઓ જેમાં સોલંકી વિધિબેન જગદીશભાઈ ના 88.71% તથા ધોરણ 10 માં 53 વિદ્યાર્થીઓ જેમાં ચાવડા પિન્કીબેન દિનેશચંદ્ર 94.66 ટકા સાથે જિલ્લામાં પ્રથમ રહ્યા હતા.
ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને કાર્યક્રમના અધ્યક્ષ ડો.પહાડિયાએ અભિનંદન આપ્યા હતા. અને જણાવ્યું હતું કે, આપ ખૂબ મહેનત કરી ભણી ગણી ઉચ્ચ અધિકારી બનો,સમાજનું નામ રોશન કરો એવી આશા વ્યક્ત કરી હતી.જ્યારે મામલતદાર દ્વારા બાળકોને શીખ આપતા જણાવ્યું હતું કે,યોગ્ય માર્ગદર્શન ,સમાજનો સહકાર અને કેળવણી મંડળના સહયોગથી આપ પોતાનો ઘરનો અને સમાજનો તેમ જ દેશનો વિકાસ કરો તેવી અપીલ કરી હતી.
દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના મંત્રી કરણસિંહ ચાવડાએ આભાર વિધી કરી આવેલ મહેમાનો તેમજ સમાજના આગેવાનો અને વાલીઓ તેમજ વિધાથીૅ ઓનો
આભાર વ્યક્ત કર્યો હતો.અને શિક્ષણ પ્રત્યે વધારે ઉત્સાહ વધારવાની પહેલ કરવામા આવી હતી.
સમાજના કર્મશીલ આગેવાનો , મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો, તાલુકાના પ્રમુખ,મંત્રી તેમજ સામાજિક આગેવાનો એ પણ વિધાથીૅઓને સૂર્ય જેવા તેજસ્વી અને ડૉ.બાબાસાહેબ આંબેડકર જેવી તીવ્ર બુદ્ધિ રાખી જીવનમાં ખૂબ આગળ વધવા માટે અપીલ કરી હતી.તેમણે સૌના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સંસ્થાને મજબૂત બનાવવા માટે સૌને બે હાથ જોડી વિનંતી કરી હતી.આ કાર્યક્રમનું સંચાલન આમલી માધ્યમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પરમારે કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય રાધાબેન બારીયા,સુરેશભાઈ ચૌહાણ, રજનીકાંતભાઈ પરમાર તથા કાઉન્સિલર ચંદ્રકાંતાબેન ધાનકા તેમજ લીમડીના પૂવૅ તાલુકા પંચાયત સભ્ય ઝાલોદના અને લીલવાઠાકોર ગ્રામ પંચાયત ઉપ સરપંચ મુકેશભાઈ ખાંગુડા,પૂર્વ કાઉન્સિલર દેવગઢ બારીયાના કનુભાઈ મકવાણા,દાહોદ જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દેવચંદભાઈ પરમાર,સંજેલી માંડલીના રમેશભાઈ સોલંકી,ઝાલોદ ગ્રામ્યના મોરચા પ્રમુખ અજય કપાસીયા,ઝાલોદ શહેર પ્રમુખ દિનેશભાઈ ભુનાતર,રામચંદભાઈ ભુનાતર,રાકેશભાઈ હઠીલા, મહેશભાઈ ચૌહાણ રણંધીકપુર, રમેશભાઈ,ભરતભાઈ મકવાણા, ભરતભાઈ કાંચીલા, નરેશભાઈ મકવાણા,નિવૃત્ત શિક્ષક મીત્રો ધુળાભાઈ મકવાણા,ધનાભાઈ મકવાણા,વજેસિંહભાઈ સોલંકી વિગેરે તેમજ અન્ય નામી અનામી શિક્ષકો હાજર રહ્યા હતા.તેમજ રોહિત સમાજ સંતરામપુરના મંત્રી ગણેશભાઈ બામણીયા,દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના હોદ્દેદારો, જિલ્લા કારોબારી સભ્યો ,તાલુકાના પ્રમુખો,મંત્રીઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના માતા-પિતાઓ વગેરે મહાનુભવો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ પ્રથમ હતો પણ અદભુત હતો.ગગનચુંબી સફળતા માટે સૌનો સંસ્થાના મંત્રી કિરણસિંહ ચાવડાએ ફરીવાર આભાર વ્યક્ત કર્યો હતો.