રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા રિલાયન્સ ચોકડી પાસે અકસ્માત સર્જાયો
અકસ્માતમાં એક મહિલાને માથાના ભાગે ઇજાઓ પહોંચી.
ગરબાડા તા. ૫
ગરબાડા દાહોદ એ નેશનલ હાઇવે પર વાહન ચાલકોની બેદરકારી તેમજ ગફલત ના કારણે અવાર નવાર અકસ્માતો સજાવવાની ઘટનાઓ બનતી હોય છે જેમાં આજે વધુ અકસ્માતની ઘટના બની હતી જેમાં ગરબાડા તાલુકાના દાદુર ગામના પરમાર ફળિયામાં રહેતા તેજસભાઈ પરમાર દાહોદ થી ગરબાડા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન રિલાયન્સ ચોકડી નજીક એક મોટરસાયકલ ચાલકે તેજસભાઈ પરમારની મોટરસાયકલને લઈ અકસ્માત કરી નાસી ગયો હતો જે અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર તેજસભાઈ પરમાર તેમજ પાછળ બેઠેલ મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થયું હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલા તેમજ તેજસભાઈ ને સારવાર માટે નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.