કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના તારમી થી છાપરી જતા ડામર રસ્તા ઉપર મસમોટા ખાડા પડી જતા લોકોને પડતી હાલાકી ..
સીંગવડ તા. ૫
સિંગવડ તાલુકાના તારમી થી છાપરી થઈ સિંગવડ તાલુકામાં તથા ઝામરી થઈને લીંબડી હાઇવે ને મળતા આ રસ્તા ઉપર થઈને જવાય છે પરંતુ સરકારી તંત્ર આ ગામડાના રસ્તા ઉપર કાંઈ ધ્યાન આપતી નથી તેમ લાગી રહ્યું છે જ્યારે ડામર રસ્તા ઉપર મસ મોટા ખાડા પડી ગયા હોવા છતાં આ ગામડાના લોકોને પોતાના વાહનોને ખાડામાં થી લઈ જવા મજબૂર થવું પડતું હોય છે જ્યારે ઘણી વખત તો મોટરસાયકલ ચાલકને ખરાબ રસ્તાના લીધે પડવાનો વારો આવ્યો છે તથા એકસીડન્ટ થવાનો વારો પણ આવ્યો છે જ્યારે આ તારમી થી છાપરી જતા ડામર રસ્તા બન્યાને ઘણો ટાઈમ થઈ ગયો હોવા છતાં ડામર રસ્તો ફરીથી બનાવવા નહીં આવતા જ્યારે તારમી થી છાપરી જવા ડામર રસ્તાને બનાવવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારી તંત્ર કે સ્થાનિક નેતાઓનું પેટનું પાણી હતું નથી તેમ લાગી રહ્યું છે જ્યારે આ તારમી થી છાપરી થઈ સિંગવડ તાલુકાના કામ અર્થે આવવા માટે નજીક રસ્તો પડતો હોય છે જ્યારે આ રસ્તો ખૂબ ઉપયોગી થતો હોવાના લીધે આ ડામર રસ્તો ફરીથી બનાવવામાં આવે તેવી તારમી તથા છાપરી ના લોકોની માંગ ઉઠવા પામી છે.