રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નજીક કઠલા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર બની ઘટના..
પાવાગઢ દર્શન કરી ઘરે પરત જતા મધ્યપ્રદેશની ગાડીને નડ્યો અકસ્માત
પાવાગઢથી મઘ્ય પ્રદેશ જતી તુફાન ગાડીને અજાણ્યા ટ્રકે પાછળથી ટક્કર મારી..
તુફાન ગાડીમાં સવાર 12 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત,
દાહોદ તા. ૫
તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા.
પાવાગઢ થી દર્શન કરી પરત મધ્યપ્રદેશ જઈ રહેલા 14 શ્રદ્ધાળુઓ ભરેલી તુફાન ગાડીને દાહોદ તાલુકાના કઠલા નજીક અજાણ્યા ટક્કરે પાછળથી જોશભેર ટક્કર મારતા તુફાન ગાડી ત્રણ પલટી ખાધા બાદ રસ્તાની બીજી બાજુ જતી રહેતા તુફાન ગાડીમાં સવાર 14 જેટલા શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હોવાનો પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બનબના ગામના 14 જેટલાં વ્યક્તિઓ ગઈકાલે સાંજે Mp-45-2107 નંબરની તુફાન ગાડીમાં સવાર થઇ ગઈકાલે સાંજે ઉજ્જૈન થી નીકળી પાવાગઢ ખાતે દર્શનાર્થે આવ્યા હતા. જ્યાં દર્શન કરી ઉપરોક્ત શ્રદ્ધાળુઓ ભરેલી તુફાન ગાડી પરત ઉજ્જૈન તરફ જઈ રહી હતી.
તે સમયે રસ્તામાં દાહોદ તાલુકાના કઠલા નજીક આશ્રમ પાસે પાછળથી પૂર ઝડપે આવી રહેલી અજાણ્યા ટ્રક ચાલકે તુફાન ગાડીને ટક્કર મારતા તુફાન ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ત્રણ પલટી મારી રોડની બીજી તરફ ફગોળાઈને પડતા ગાડીમાં સવાર 14 જેટલા ઈસમોને ઇજાઓ પહોંચી હતી.
ઘટના બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે દાહોદના ઝાયડા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તમામ લોકો હાલ સારવાર હેઠળ છે.