બાબુ સોલંકી :- સુખસર
દીપ કિરણ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ફતેપુરા તાલુકાની ૧૭ શાળાઓમાં વાચન,લેખન,ગણન કિટ્સ અને દફતરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
ફતેપુરા તાલુકાની 17 જેટલી પ્રાથમિક શાળાઓમાં 3,000 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વાંચન,લેખન,ગણન અને નોટબુક અને દફતરની કિટ્સ વિતરણ કરવામાં આવ્યું
સુખસર,તા.5
ફતેપુરા તાલુકાની 17 જેટલી સરકારી પ્રાથમિક શાળા ઓમાં બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થાય અને આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને શૈક્ષણિક સવલતો દ્વારા ગુણવતા યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા ભાવ સાથે દીપકિરણ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ફતેપુરા તાલુકાની 17 જેટલી પ્રાથમિક શાળાઓમાં 3000 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વાચન,લેખન, ગણન,કિટ્સ નોટબુકો અને દફતર સહિતની કિટ્સ બાળકોને મળતા લાભાન્વિત બાળકોમાં ખુશીની લહેર પ્રસરી ગયેલ છે.
દીપકિરણ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્થળ તપાસ કરી અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ સુધી શૈક્ષણિક કિટ્સ આપી જ્ઞાન યજ્ઞની સેવા કરવા બદલ લાભાન્વિત શાળાના આચાર્યોઓ,સ્ટાફ પરિવાર અને વાલી સમુદાયે ટ્રસ્ટ પરિવારને ઉત્કૃષ્ઠ સેવા બદલ અભિનંદન પાઠવી આભારની લાગણી પ્રદર્શિત કરવામા આવેલ છે .