બાબુ સોલંકી :- સુખસર
મહોસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના CRPF પેરામિલેટ્રીના નિવૃત્ત જવાન સન્માન સમારંભ યોજાયો
દેશ સેવામાં 45 વર્ષ સેવા બજાવી યોગદાન આપનાર નિવૃત્ત સીઆરપીએફ નું સન્માન કરાયું
સુખસર,તા.2
બારીયા શંકરભાઈ CRPF મા એટલે કે પેરામિલેટ્રીના જવાન જેમણે 45 વર્ષ દેશ સેવા માં ખુબ મોટું યોગદાન આપ્યા બાદ નિવૃત્ત થઈ માદરે વતન આવેલા જેઓનાસત્કાર સમારંભ માં દિપેશભાઈ પટેલ,ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન તુલસીભાઈ,મહામંત્રી અને વસંતભાઈ,જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ પટેલ નર્મદાબેન મહિલા પ્રમુખ, ગુજરાત પ્રદેશ વીરાભાઇ,ઝોન પ્રમુખ ગુજરાત પ્રદેશ રમણભાઈ,મહીસાગર જિલ્લા પ્રમુખ પર્વતભાઈ,મહિસાગર જિલ્લા પ્રભારી પર્થિંગભાઈ, સંતરામપુર તાલુકા પ્રમુખ દલપતભાઈ, પ્રભારી સંતરામપુર તાલુકા ફતીબેન મહિલા પ્રમુખ મહીસાગર જિલ્લા અને અન્ય પેરામિલેટ્રી / મિલેટ્રીના જવાનો તેમજ સગા સંબંધી આડોશી પાડોશી અને આજુબાજુ વિસ્તારના નાગરિકો સમાજ તથા સગા સંબંધી પુરુષો મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં જવાન ને આવકારવા,આશીર્વાદ આપવા, અભીનંદન પાઠવવા હાજર રહ્યા હતા.
દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન દ્વારા નિવૃત જવાનનું નિવૃત્ત જીવન સુખદાઈ નીવડે તેમજ આનંદ મંગલમય પસાર થાય તેવી સંગઠન તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને સમગ્ર નાગરિકો જે જવાનને
હર્ષોલ્લાસથી આવકારવા જે કિંમતી સમય કાઢી પધારેલ તે બદલ તેમનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. અને નમન,વંદન અને સૈનિક તરીકે સર્વે ને સલામ કર્યા હતા.અને ખૂબ જ ઝીણવટ પૂર્ણ પેરામિલટ્રી વિશે માહિતી આપવામાં આવી હતી.અને ને અન્યાય સામે ન્યાય અપાવવા સર્વેને આ દેશ હિતના અભિયાનમાં જોડાવવા હાંકલ કરી હતી.અને હાજર નાગરિકો એ પણ જવાનોના અભિયાનમાં જોડાવવા હુંકાર કર્યો હતો.આમ દેશ સેવામાં જોડાઈ વર્ષો સુધી સેવા આપનાર નિવૃત્ત જવાનને સ્વમાનભેર વધારવામાં આવ્યા હતા.